પૂરઝડપે ધસમસતી તવેરા શાસ્ત્રી બ્રિજમાં ઘૂસી ગઇ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારે મધરાતે ૧ વાગે ગેંડા સર્કલ તરફથી પૂર ઝડપે આવતી શેવરોલેટ તવેરા શાસ્ત્રી બ્રિજની રેલિંગમા ઘૂસી જતાં અકસ્માત સર્જા‍યો હતો. જેમાં તવેરામાં સવાર બે યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા. દરમિયાન ઓરકેસ્ટ્રા કાર્યક્રમ પુરો કરી ઘરે જઇ રહેલા આજવા રોડના ૩ યુવાનો ધ્રુવિલ માસ્ટર, પ્રદિપ પરમાર અને રાહુલ જાધવે ઊભા રહીને ઇજાગ્રસ્તોને પહેલી મદદ પહોંચાડી હતી. પોલીસ વાન પસાર થવા છતાં ઊભી રહી ન હતી. જ્યારે ૧૦૮ વાન અને ફાયરબિગ્રેડે સમય સર પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. કારમાંથી હઅર ૬૯ લખેલી બોટલ મળી હતી.