વડોદરામાં 3333 નંબર માટે જીપ માલિકે રૂ.33,339 ચૂકવ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં પોતાની 3333 નંબરની જીપ સાથે માલિક)
-વડોદરાના પારિતોષ જયસ્વાલ પાસે સરખા નંબર ધરાવતાં 10 વાહનો
- નંબર પસંદગી પ્રક્રિયામાં 178 વ્યક્તિઓએ ભાગ લીધો, આરટીઓને રૂ.11.50 લાખથી વધુની આવક
- વાહનના પસંદગીના નંબર હરાજી યોજાઈ
વડોદરા: આરટીઓ દ્વારા ફોર વ્હીલર માટેની નવી એચએસ નંબર સિરીઝ માટે તાજેતરમાં બોલાવાયેલી હરાજીમાં શહેરના યુવાને પોતાની મહિન્દ્રા સ્પોર્ટસ જીપ માટે પસંદગીનો નંબર 3333 મેળવવા માટે રૂ.33,339 ચુકવ્યા હતા. આ નંબર પસંદગીની પ્રક્રિયા માટે શહેરના 178 જેટલી વ્યક્તિઓએ અરજી કરી હતી અને પોતાની પસંદગીના નંબર મેળવ્યા હતા. આરટીઓને નંબર પસંદગીની સમગ્ર પ્રક્રિયામાં સાડા અગિયાર લાખથી વધુ રકમની આવક થઇ હતી.
વડોદરા આરટીઓ દ્વારા તાજેતરમાં ફોર વ્હીલર માટે પસંદગીનો નંબર મેળવવા માટે પ્રક્રિયા યોજવામાં આવી હતી. આ પ્રક્રિયામાં શહેરના યુવાન પારિતોષ જયસ્વાલે પોતાની મહિન્દ્રા સ્પોર્ટથાર જીપ માટે પસંદગીનો નંબર 3333 મેળવવા માટે રૂ.33,339 ચૂકવ્યા હતા. આ નંબર હરાજી પ્રક્રિયામાં પારિતોષ જયસ્વાલે પોતાની અન્ય એક કાર ઇઓન હ્યુન્ડાઇ માટે પણ પસંદગીનો નંબર 7777 મેળવવા માટે રૂ.13,333 ચૂકવ્યા હતા.
પારિતોષ જયસ્વાલ પાસે સરખા નંબર ધરાવતાં 10 વાહનો, શહેરમાં પસંદગીના નંબર માટે કોણે કેટલા ચૂકવ્યા જાણવા ફોટો બદલતા જાવ.