અચનાક જ કાર ચઢી ડિવાઈડર પર ને ખાધી પલ્ટી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીજા બનાવમાં પથ્થરગેટ રોડ પર પીપળો તૂટી પડયો શહેરના સમા-સાવલીરોડ પરથી આજે રાતે નવ વાગે પુરપાટઝડપે જઈ રહેલી જીજે-૬-ડીક્યુ-૧પ૮૭ નંબરની ઈન્ડિકા કારના ચાલકે રીયારેવતી પાર્ટીપ્લોટ પાસે આગળ જતા આયશર ટેમ્પોના ચાલકે અચાનક લીધેલા યુ ટર્નના કારણે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કારચાલકે રોડ ડીવાઈડર પર કાર ચઢાવી દેતા કાર મેઈનરોડ પર પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ડ્રાયવર સહિ‌ત પાંચ વ્યકિતઓને નાની-મોટી ઈજા થઇ હતી. રાહદારીઓ અને વાહનચાલકોએ કારને સીધી કરીને કારમાં બેઠેલી પાંચે વ્યકિતઓને બહાર કાઢી હતી મોડી રાતે સુધી પોલીસને કોઈ જાણ થઈ શકી નહોંતી. જ્યારે પથ્થરગેટ પોલીસ ચોકી પાસે એક વિશાળ પીપળાનું ઝાડ ધરાશઇ થઇ વીજળીના તાર પર પડતાં ઝાડની નીચે મારૂતિ કારના પણ કુરચા થઇ ગયા હતા. ફાયર બ્રિગેડના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી ઝાડ હટાવવાની કામગીરી કરી હતી.