વડોદરા: VIP રોડ પર સ્કૂલવાને લારીને ટક્કર મારી, ૧૨થી વધુ બાળકોનો બચાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં અકસ્માતગ્રસ્ત વાન નજરે પડે છે)
-વાહનો ડિટેઇન કરવાથી પ્રશ્ન ઉકેલાશે?
-અકસ્માત થતાં દહેશતથી બાળકો ધ્રુસકે ચડયાં
-સ્કૂલવાનનું જોખમ ફતવો ૧ દિવસનો, ફિયાસ્કો રોજનો
વડોદરા: સ્કૂલ વરદી વાનમાં નિયમ કરતાં અનેકગણાં નાનાં ભૂલકાં(વિધાર્થી)બેસાડાતા હોવા છતાં છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા સુરક્ષા સામે પ્રશ્રાર્થ સર્જાયો છે. પોલીસ એક દિવસ ફતવો બહાર પાડી દે છે જેનો રોજ ભંગ થતો રહે છે. બુધવારે બપોરે એરપોર્ટ સર્કલ પાસે જ એક સ્કૂલ વર્ધી વાન ચાલકે લારીને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જો કે વાનમાં બેઠેલાં ૧૨ થી ૧૩ બાળકોનો આબાદ બચાવ થયો હતો. કેટલાક સ્થાનિક લોકોએ જ વાન ચાલકને મદદ કરીને રડતાં બાળકોને અન્ય વાનમાં બેસાડીને રવાના કર્યા હતા.
બુધવારે બપોરે બ્રાઇટ ડે સ્કૂલનાં ૧૨ થી ૧૩ જેટલાં વિધાર્થીઓને લઇને એક સ્કૂલ વર્ધી વાનનો ચાલક એરપોર્ટ સર્કલ પાસેથી પુર ઝડપે પસાર થઇ રહ્યો હતો તે સમયે તેણે એક લારીવાળાને ટક્કર મારી હતી. અકસ્માતના પગલે વાનમાં બેઠેલાં બાળકોની દરકાર લેવાના બદલે વાનના ચાલકે લારીવાળાનો જ ઉધડો લીધો હતો. દરમિયાનમાં સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને તેમણે બાળકોને મદદ કરવાના બદલે લારીવાળાને ખખડાવી સ્થળ પરથી રવાના કરી દીધો હતો અને વાન ચાલક પણ રડતાં બાળકોને અન્ય વાનમાં બેસાડીને રવાના થઇ ગયો હતો. જો કે આ બનાવને પગલે સ્કૂલ વાનમાં બાળકોની સુરક્ષા સામે ફરી એકવાર સવાલ ઉભો થયો છે.
ઓછા સ્ટાફમાં રોજ ચેકિંગ અશક્ય, વાંચવા માટે ફોટો બદલતા જાવ.