વડોદરા: ઓળખો તમારા ઉમેદવારોને, આઠ નેતાઓ મેદાનમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા ચૂંટણીમાં આજે વડોદરા ખાતે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. વડોદરાથી ભાજપના વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી તથા કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રી ચૂંટણી લડી રહ્યાં છે. આ સિવાય આમ આદમી પાર્ટીનાં સુનિલ કુલકર્ણી, સહિત કુલ આઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આકરા ઉનાળાની ગરમીને કારણે વડોદરામાં વહેલી સવારથી મતદાન મથકો પર લોકો મતદાન કરવા કતાર લગાવીને ઉભા છે.
વડોદરા બેઠક પરથી ૧૬મી લોકસભામાં સાંસદ બનવા માટે જુદાજુદા રાજકીય પક્ષોના ૮ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. આ જંગમાં ક્યા મતદારની શું લાયકાત છે? શું અભ્યાસ છે? શું વેપાર છે? કેટલી સંપતિ છે? શું ગુનાહિ‌ત ઇતિહાસ રહેલો છે? તેની વિગતો અહીં રજૂ કરવામાં આવી છે.
લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીઓના સાતમા તબક્કામાં ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો માટે બુધવારે મતદાન યોજાશે. ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર અને રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના વારાણસી ઉપરાંત વડોદરા બેઠક પરથી પણ ઉમેદવારી કરી રહ્યા છે ત્યારે તેમના સહિ‌ત કુલ ૩૨૨ ઉમેદવારોના ભાવિ રાજ્યના કુલ ૪.૦પ કરોડ મતદારો દ્વારા બંધ કરશે જે ૧૬મી મેના દિવસે નક્કી થવાના છે. કાળઝાળ ગરમી સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં યોજાનારા આ મતદાન દરમિયાન મહત્તમ મતદાન થાય તે માટે રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ચૂંટણી તંત્રએ પણ અથાક પરિશ્રમ કર્યો છે.

આગળ વાંચો વડોદરાના ઉમેદવારોની વિગતો.....