વડોદરા: વિકાસા દ્વારા ઇન્ટરસ્કૂલ ડિબેટ કોમ્પિટિશન યોજાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઇ)ની વેસ્ટર્ન ઇન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સ્ટુડન્ટ્સ અેસોસિયેશન, વડોદરા દ્વારા વડોદરાની વિવિધ સ્કૂલના સ્ટુડન્ટ્સ માટે એક ઇન્ટર સ્કૂલ ડિબેટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિબેટ કોમ્પિટિશનમાં શહેરની તેજસ વિદ્યાલયની શ્રિયા વિનર બની હતી. આ ડિબેટ કોમ્પિટિશન સ્માર્ટ ફોન : ફ્રેન્ડ ઓર ફો ઇન સોશિયલ લાઇફ ? , ડેમોગ્રાફિક પ્રોફાઇલ ઇન્ડિયા ઇઝ ઇટ એસેટ ઓર લાયાબિલિટી ? અને રિઝર્વેશન :ઇઝ ઇટ પ્રમોટિંગ ઓર ડિવાઇડિંગ નેશન ? વિષય રાખવામાં આવ્યો હતો.
આ કોમ્પિટિશનમાં શહેરની તેજસ વિદ્યાલય, વિદ્યાની વિદ્યાલય, બરોડા હાઇસ્કૂલ, સીબીએસઈ, સંત કબીર સ્કૂલ, ન્યૂઇરા સિનિયર સેકન્ડરી સ્કૂલ સહિતની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શ્રીયા હવે રિજિયોનલ રાઉન્ડમાં ભાગ લેવા જશે. આ કોમ્પિટિશનમાં જજ તરીકે સીએ મનીષ બક્ષી અને સીએ બીમલ ભટ્ટે ભાગ લીધો હતો.