તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાર્દિક માટે આદર નથી, પણ સીડી બહાર પડે એનો વિરોધી: ગુણવંત શાહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાણીતા લેખક ગુણવંત શાહ - Divya Bhaskar
જાણીતા લેખક ગુણવંત શાહ

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તેવા સંજોગોમાં રાજ્યભરમાંથી કેટલાંક ચર્ચાસ્પદ મુદ્દાઓ સામે આવી રહ્યા છે. divyabhaskar.com દ્વારા જાણીતા લેખક અને ચિંતક ગુણવંત શાહ સાથે સાંપ્રત મુદ્દાઓ સંદર્ભે ચર્ચા કરી હતી. તેમની સામે મુકેલા કેટલાંક સવાલોનો તેમણે સચોટ જવાબ પણ આપ્યો હતો.વાચકો સમક્ષ આ ચર્ચાના કેટલાક મુદ્દાઓ અહીં પ્રસ્તુત છે. પાટીદાર અનામત આંદોલન સંદર્ભે પણ તેમણે પોતાનો મત રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હાર્દિક માટે જરાય આદર નથી. મારી દ્રષ્ટિએ ચૂંટણી પછી હાર્દિકનું ભવિષ્ય ધુંધળું છે. પણ એની સીડી બહાર પડે એનો હું વિરોધી.

પ્રશ્નઃ ગુજરાતના નાગરિક તરીકે ચૂંટણીના માહોલ અંગે શું કહેશો?
 

જવાબઃ ચૂંટમીમાં જેટલું અસત્ય બોલાય છે. એટલું બીજી કોઈ કોઈ ઘટનામાં નથી બોલાતું. યુદ્ધ વખતે અસત્ય બોલાય છે. એવરીથીંગ ઈઝ ફેર ઈન વોર..ચૂંટણીને આપણે યુદ્ધની કક્ષાએ લાવીને મૂકી છે. ચૂંટણી એ ખેલ છે એ કોઈ યુદ્ધ નથી. એટલે જ્યાં સ્પોર્ટસ હોય ત્યાં સ્પોર્ટસમેન સ્પિરિટ હોવો જોઈએ. સ્પિરિટનો અભાવ જોવા મળી રહ્યો છે. આવી મારામારી અને ગાળાગાળી તો યુધ્ધમાં પણ નથી થતી. કારણ કે હવે તો સાયબર યુદ્ધ થવાનું. ચૂંટણીમાં થતી ગાળાગાળી ખૂબ જ દૂઃખદ બાબત લાગે છે.સત્યનો ભોગ દરરોજ અપાય છે. જ્યાં જ્યાં પ્રચાર હોય છે ત્યાં વિચાર મરી પરવાર્યો છે. 

પ્રશ્નઃ અનામત મુદ્દે શું માનો છો?
 

જવાબઃ હું અનામતનો વિરોધી નથી સિડ્યુલ કાસ્ટની અનામત માટે હું લડ્યો છું. એ અનામતને હું પ્રાયશ્ચિત ગણું છું. હું પાટીદાર છું છતાં પાટીદારોને અનામતને લાયક ગણતો નથી.કેમકે ગુજરાતમાં સુખીમાં સુખી કોઈ વર્ગ હોય તો તે પાટીદાર સમાજ છે.
 

હાર્દિક પટેલ વિષે શું કહ્યું...વાંચો આગળની સ્લાઈડ્સમાં...

અન્ય સમાચારો પણ છે...