તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાઃ સામાજિક કાર્યકરે શરીરે જંજીર બાંધી નોટાનો પ્રચાર કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાના સામાજિક કાર્યકરે શરીરે જંજીર બાંધી નોટાનો પ્રચાર કર્યો - Divya Bhaskar
વડોદરાના સામાજિક કાર્યકરે શરીરે જંજીર બાંધી નોટાનો પ્રચાર કર્યો

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારો નોટાનો ઉપયોગ કરે તે માટે સામાજિક કાર્યકરે કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં શરીરે જંજીર બાંધીને અનોખી રીતે નોટાનો પ્રચાર કર્યો હતો. અને ચૂંટણી તંત્રને પણ નોટાનો પ્રચાર કરવાની માંગણી સાથે આવેદન પત્ર આપ્યું હતું. 
 
 

શાસક અને વિપક્ષે મતદારોને ગુલામીની જંજીરોમાં બાંધી દીધા 
 
વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, વર્ષોના સંઘર્ષ પછી ઇવીએમ મશીનમાં છેલ્લુ બટન મતદારોને એવું મળ્યું છે કે, જે દબાવવાથી મતદાર તમામ ઉમેદવારોના વિરોધમાં મતદાન કરી શકે છે. નોટાનો ઉપયોગ નકારાત્મક નથી. પરંતુ હકારાત્મક છે. અને આપેલો મત દર્શાવે છે કે, મતદારને એક પણ ઉમેદવાર પસંદ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મતદાર રાજા છે. પરંતુ શાસક અને વિપક્ષે મતદારોને ગુલામીની જંજીરોમાં બાંધી દીધા છે. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર નીચે કચડાયેલા નાગરીકને શાસકોએ જંજીરમાં બાંધી દીધા છે.
 
અતુલ ગામેચીએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશથી ચૂંટણીમાં નોટાનું બટન મૂકવામાં આવે છે. ચૂંટણી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટેનો પ્રચાર કરવામાં આવે છે. પરંતુ નોટાનો પ્રચાર શોશ્યલ મીડિયા, બેનર્સ અને હોર્ડિંગ્સ દ્વારા કરવો જોઇએ. તે કરવામાં આવતો નથી. જંજીર પહેરીને પ્રદર્શન કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે, શાસકોને અમે સંદેશો આપવા માંગીએ છે કે, તમે નાગરીકોને ગુલામ બનાવી દીધા છે. પરંતુ અમે હવે ગુલામીમાં જીવવા માંગતા નથી.
 

જંજીરમાં બંધાયેલા સામાજીક કાર્યકરે લોકોનું ધ્યાન ખેંચ્યુ....વાંચવા માટે ફોટો બદલો...
 

તસવીરોઃ પ્રણય શાહ, વડોદરા

અન્ય સમાચારો પણ છે...