ફેશન

National level IT seminar held in ITM campus vadodara

dilip vasava

Feb 09, 2017, 12:46 PM IST
વડોદરાઃ શહેર નજીક આવેલા ITM કેમ્પસ ખાતે તાજેતરમાં જ નેશનલ લેવલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી માર્ચમાં યોજાનારા ટેકક્રિટી 2017ની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ ફેસ્ટ યોજાયો હતો. આ પ્રિ-ફેસ્ટમાં રાજ્યભરમાંથી 350 જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટીસિપેટ કર્યું હતું.
ટેકક્રિટી 2017 એશિયાની પૂર્વ તૈયારી

વાઘોડિયા તાલુકાના રવાલ ગામે આવેલી ITM વોકેશનલ યુનિવર્સિટી કેમ્પસ ખાતે તાજેતરમાં જ IIT કાનપુરના સહયોગથી નેશનલ લેવલના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ એ હતો કે આગામી 23થી 26 માર્ચ દરમિયાન યોજાનારા ઈન્ટરનેશનલ કક્ષાના ટેકક્રિટી 2017 એશિયાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.
IT એક્ષપર્ટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂં પાડ્યુ
નેશનલ ફેસ્ટનો મુખ્ય વિષય IOT ( ઈન્ટરનેટ ઓફ થિંગ્સ), એથિકલ હેકિંગ અને એન્ડ્રોઈડ ડેવલપમેન્ટ હતો. આ સેમિનારમાં ગુજરાતભરમાંથી 350 જેટલા આઈટી એક્ષપર્ટ વિદ્યાર્થીઓએ ભાગ પાર્ટીસિપેટ કર્યું હતું. બે દિવસ સુધા ચાલેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ તેમના કૌશલ્યને પ્રસ્તુત કર્યું હતું. આ ફેસ્ટમાં એપ્ટ્રોન સોલ્યુશન પ્રા.લિમિટેડના દિપકભાઈ અને કેશવભાઈ તથા પ્રિસ્ટાઈન ટેક્નોલોજીમાંથી રિઝવાને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ ઉપર ક્લિક કરતા રહો....
X
National level IT seminar held in ITM campus vadodara

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી