શાળાઓની ફી મુદ્દે વાલીઓ આક્રમક, કાળાં કપડાં પહેરી રચી માનવ સાંકળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારે કાયદો બનાવ્યા બાદ પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો તગડી ફી વસૂલી રહી છે - Divya Bhaskar
સરકારે કાયદો બનાવ્યા બાદ પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો તગડી ફી વસૂલી રહી છે

વડોદરાઃ શાળાઓમાં ફી નિર્ધારણ અંગે ગુજરાત સરકાર દ્વારા કાયદો બનાવ્યા બાદ પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા તગડી ફી વસૂલવામાં આવી રહી હોવાથી વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા વાલી મંડળ દ્વારા તેના વિરોધમાં કાળા વસ્ત્રો ધારણ કરી શહેરના ગાંધીનગરગૃહ ખાતે માનવ સાંકળ યોજવામાં આવી હતી. મહાત્મા ગાંધી નગરગૃહથી ભગતસિંહ ચોક સુધી વાલીઓ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતાં ગયાં હતાં. આગામી રવિવારે વડાપ્રધાનના આગમન વેળા વાલીઓએ આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવાની પણ ચિમકી ઉચ્ચારી છે.


 

વડાપ્રધાનની મુલાકાત વેળા આશ્ચર્યજનક કાર્યક્રમની ચીમકી ઉચ્ચારી
 
સરકાર દ્વારા ફી નિર્ધારણ અંગે કાયદો બનાવ્યાને સાત માસ જેટલો સમય વીતિ ચૂક્યો છે. તેમ છતાં સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ દ્વારા ફી નિર્ધારણ અંગે કોઇ નિર્ણય લેવામાં વ્યો નથી. જેના પગલે હવે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ દ્વારા બીજા અને ત્રીજા સ્લેબની ફી માટે ઉઘરાણી કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં રોષે ભરાયેલા વાલીઓ મહાત્મા ગાંધીનગરગૃહ ખાતે એકઠાં થયાં હતાં. માનવ સાંકળ રચીને વિરોધ કર્યો હતો. મહાત્મા ગાંધી નગરગૃહથી વાલીઓ રેલી સ્વરૂપે ભગતસિંહ ચોક પહોંચ્યાં હતાં અને સૂત્રોચ્ચાર કર્યા હતા. વાલીઓનું કહેવું છે કે, ચૂંટણીના પ્રચારોમાં રાજકીય પક્ષો અમારી સમસ્યા ભૂલી ગયા છે. રવિવારે અમે શહેરનાં વાલીઓ આશ્ચર્યજનક કાર્યક્રમો આપીશું. 
 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...