૩૩૩૩૩૩

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરામાં ઉજવણી
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરામાં ઉજવણી

Rohit Chavda

Feb 16, 2018, 11:59 AM IST

વડોદરા/અમદાવાદઃ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે વડોદરાની રાવપુરા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીનું નામ નક્કી થયુ છે. જેથી તેમના ઘરે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજેન્દ્ર ત્રિવેદીના ઘરે તેમના સર્મથકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદે નારાજ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને આપવાની જાહેરાત આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કરી હતી. આવતીકાલે તેઓ ફોર્મ ભરશે. તે પહેલા જ વડોદરા સ્થિત તેમના ઘરે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજેન્દ્ર ત્રિવેદીએ તેમના સમર્થકો અને કાર્યકરોના મોં મીઠા કરાવ્યા હતા. આ ઉપરાંત સમર્થકોએ તેમના ઘરે જઇને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

નારાજગીને પગલે રાજેન્દ્ર ત્રિવેદીને અપાયુ અધ્યક્ષપદ....વાંચવા માટે ફોટો બદલો...

X
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરામાં ઉજવણીગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરામાં ઉજવણી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી