વડોદરાઃ પોલીસ જવાનોએ પોષ્ટલ બેલેટથી મતદાન કર્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં પોલીસ જવાનોએ પોષ્ટલ બેલેટથી મતદાન કર્યુ - Divya Bhaskar
વડોદરામાં પોલીસ જવાનોએ પોષ્ટલ બેલેટથી મતદાન કર્યુ

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની 9 અને 14 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. ત્યારે બંદોબસ્તમાં જતા પૂર્વે વડોદરા શહેર-જિલ્લાના 4500 જેટલા પોલીસ અને હોમગાર્ડ જવાનોએ આજે પોષ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું. વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 
 
 

પોલીસ જવાનોએ પોષ્ટલ બેલેટથી મતદાન કર્યુ 
 
એ.સી.પી. કે.એસ. દેસાઇએ જણાવ્યું હતું કે, આગામી 9 અને 14 ડિસેમ્બર-017ના રોજ બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. બે તબક્કાની ચૂંટણીમાં વડોદરા શહેર-જિલ્લામાંથી પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવવા જનાર છે. આ પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આજે પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોષ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે.
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેર-જિલ્લાના પોલીસ જવાનો, રેલવે પોલીસ અને હોમગાર્ડના જવાનો શાંતિપૂર્વક મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા 10 બુથ ઉભા કરવામાં આવ્યા છે. આ 10 મતદાન બુથ ઉપરથી વડોદરા શહેરના 1544, વડોદરા રૂરલના 1200 અને 1810 જેટલા હોમગાર્ડ જવાનો મળી 4500 ઉપરાંત પોલીસ જવાનો મતદાન કરશે.  
 

વધુ વિગતો વાંચવા માટે ફોટો બદલો...

અન્ય સમાચારો પણ છે...