Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Organ donate of Death of Gujarati youth of Brain Dead in Canada

કેનેડામાં બ્રેઇન ડેડથી ગુજરાતી યુવાનનું મોત, 4 વિદેશીઓને આપ્યું નવજીવન

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 03:28 PM

માતાએ પુત્રના મૃત્યુ પહેલા તેના અંગદાનનો લીધો હતો નિર્ણય

  • Organ donate of Death of Gujarati youth of Brain Dead in Canada
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    કેનેડામાં બ્રેઇન ડેડ થતાં ગુજરાતી યુવાનનું મોત, અંગદાનથી 4 વિદેશીઓને નવજીવન

    વડોદરા: છેલ્લા 14 વર્ષથી કેનેડામાં માતા સાથે સ્થાયી થયેલા વડોદરાના યુવાનનું બ્રેઇનડેડ થતાં મોત નીપજ્યું હતું. પરંતુ માતાએ ખુદ પોતાના પુત્રનું મોત થતા પૂર્વે તેના અંગોના દાનનો નિર્ણય લેતા તેના અંગોથી 4 વિદેશીને નવજીવન મળ્યું છે. વડોદરા રહેતા યુવાનના નાના કહે છે કે, મારો ભાણેજનું મૃત્યુ થયું નથી, આજે પણ જીવીત છે.

    કેનેડામાં બ્રેઇન ડેડ થતાં ગુજરાતી યુવાનનું મોત

    વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સુખધામ હવેલીની સામે આવેલ વસુંધરા સોસાયટીના રહેવાસી અમિષાબહેન સોનીના પતિનું હાર્ટએટેકના કારણે અવસાન થયું હતું. પતિના અવસાન બાદ તેઓ પોતાના એકના એક પુત્ર ધૈર્યને લઇ કેનેડાના ટોરેન્ટોમાં ગયા હતા. અને ત્યાંજ સ્થાયી હતા. તે સમયે ધૈર્યની ઉંમર 11 વર્ષની હતી. ધૈર્ય અભ્યાસમાં હોશિયાર હતો. ધૈર્યએ ટોરેન્ટોની યુનિવર્સિટીમાં બિઝનેશ મેનેજમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન સ્કીમમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. ગત ફેબ્રુઆરી માસમાં વડોદરામાં રહેતા ધૈર્યના નાના રમેશભાઇ શાહ અને નાની પોતાની દીકરી અમિષા અને ધૈર્યને મળવા માટે કેનેડા ગયા હતા.

    ગત તા.14 ફેબ્રુઆરીના રોજ ધૈર્ય બાથરૂમમાં સ્નાન કરીને બહાર નીકળી રહ્યો હતો. તે સમયે તેને એકાએક ચક્કર આવતા તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો. તુરંત જ તેણે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેના મગજમાં લોહીનું પરિભ્રમણ બંધ થઇ ગયું હતું. તબીબોએ તમામ પ્રયાસો કર્યા હતા. પરંતુ તેના તમામ અવયવો કામ કરતા બંધ થઇ ગયા હતા. આખરે તેણે એક માર્ચના રોજ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

    યુવાનના નાના કહે છે કે, મારો ભાણેજનું મૃત્યુ થયું નથી, આજે પણ જીવીત છે....વાંચવા માટે ફોટો બદલો

  • Organ donate of Death of Gujarati youth of Brain Dead in Canada
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    માતાએ પુત્રના મૃત્યુ પહેલા તેના અંગદાનનો લીધો હતો નિર્ણય

    હોસ્પિટલમાં ઓર્ગન ડોનેશનનું કામ કરતી સંસ્થાના કાઉન્સિલરે ધૈર્યની માતા તથા અન્ય પરિવારજનોને જણાવ્યું કે, ધૈર્ય હાલ વેન્ટીલેટર ઉપર છે. વેન્ટીલેટર દૂર કરાતાની સાથે જ તેનું મોત થશે. પરંતુ તેના શરીરના અંગો જીવીત છે. આ અંગો કોઇને દાન કરવાથી કોઇને નવજીવન મળી શકે છે. તે સમયે અમિષાબહેન પુત્ર ધૈર્ય પાસે હાજર હતા. તેઓએ કોઇપણ જાતનો વિચાર કર્યા વિના સહમતી આપી હતી. ધૈર્યના મામા ડો. કમલેશ પરીખે જણાવ્યું કે, ધૈર્યના પિતા પણ જીવીત હોત તો તેઓ પણ સહમતી આપી હોત.

     

    વડોદરામાં રહેતા ધૈર્યના નાના રમેશભાઇ શાહે જણાવ્યું કે, આજે પણ અમારો ધૈર્ય જીવીત છે. ધૈર્યનું હાર્ટ વિદેશી મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. જ્યારે તેની બે કીડની બે પુખ્તવયના પુરૂષોને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. આમ તેના અંગોએ 4 વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. આથી જ કહું છું કે, અમારો ધૈર્ય આજે પણ જીવત છે.

     

  • Organ donate of Death of Gujarati youth of Brain Dead in Canada
    યુવાનના નાના કહે છે કે, મારો ભાણેજનું મૃત્યુ થયું નથી, આજે પણ જીવીત છે.

    માતાની સહમતી મળ્યા બાદ ત્રીજી માર્ચના રોજ ધૈર્યની બે કીડની, પેન્ક્રિયાસ, લીવર અને હાર્ટનું દાન કરવામાં આવ્યું હતું. તે બાદ તેના ધૈર્યને એર કેડેટ્સના યુનિફોર્મમાં જ હિન્દુવિધી પ્રમાણે ટોરેન્ટેમાં જ પરિવારજનોની ઉપસ્થિતીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

     

    વડોદરાના આશાસ્પદ યુવાન ધૈર્ય સોનીના અંગોથી ચાર વિદેશીઓને નવજીવન મળતા કેનેડામાં વસતા ભારતીયોમાં માનવતાની મહેંક ફેલાઇ ગઇ છે. અને કેનેડા સરકારે પણ ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષવા માટે નિર્ણય લેનાર સોની પરિવારની પ્રસંશા કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ