વડોદરાઃ ભાજપે ગાંધીજીનું અપમાન કર્યુ, કોંગ્રેસે પ્રતિમાનું શુદ્ધીકરણ કર્યુ

વડોદરાઃ ભાજપે ગાંધીજીનું અપમાન કર્યુ, કોંગ્રેસે પ્રતિમાનું શુદ્ધીકરણ કર્યુ

Rohit Chavda | Updated - Apr 13, 2018, 01:11 PM
ભાજપે ગાંધીજીનું અપમાન કર્યુ, કોંગ્રેસે પ્રતિમાનું શુદ્ધીકરણ કર્યુ
ભાજપે ગાંધીજીનું અપમાન કર્યુ, કોંગ્રેસે પ્રતિમાનું શુદ્ધીકરણ કર્યુ

વડોદરા: ભાજપા દ્વારા સંસદના પ્રશ્ને ગુરૂવારે ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમા ઢાંકીને ઉપવાસ કરવામાં આવ્યા હતા. ભાજપા દ્વારા મહાત્મા ગાંધીના કરાયેલા આ અપમાન સામે આજે શહેર કોંગ્રેસે ગાંધીજીની પ્રતિમાને ગંગાજળ અને દૂધથી શુદ્ધીકરણ કર્યું હતું. અને ભાજપા વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા.

ભાજપે ગાંધીજીનું અપમાન કર્યુ, કોંગ્રેસે આજે પ્રતિમાનું શુદ્ધીકરણ કર્યુ

સંસદમાં બજેટ સત્ર દરમિયાન વિપક્ષના હોબાળાના વિરોધમાં ભાજપા દ્વારા ગુરૂવારે દેશવ્યાપી ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. વડોદરામાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને સાંસદ રંજનબહેન ભટ્ટની આગેવાનીમાં ગાંધીનગર ગૃહ ખાતે ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.


વડાપ્રધાન કરેલી અપીલને માન આપીને યોજવામાં આવેલા ઉપવાસ આંદોલનને સફળ બનાવવાના ઉત્સાહમાં ભાજપાએ ધોમધખતા તાપથી બચવા તંબુ બાંધ્યો હતો. ભાજપાના વહીવટકર્તાઓએ અહિંસક આંદોલનના પૂજારી ગાંધીજીની પ્રતિમાનીને ઢાંકીને તંબુ બંધાવ્યો હતો. ઢાંકેલી ગાંધીજીની પ્રતિમા નીચે ભાજપ દ્વારા ઉપવાસ ઉપર બેસતા વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ ભાજપે ગાંધીજીની પ્રતિમા ખુલ્લી કરાવી હતી.

એતો ઠીક ગાંધીનગર ગૃહ ખાતે ઉપવાસ આંદોલન હોય કે ધરણા સહિતનો કોઇ પણ કાર્યક્રમ હોય ત્યારે, કાર્યક્રમના આયોજકો દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરીને કાર્યક્રમની શરૂઆત કરે છે, ત્યારે વડાપ્રધાનની અપીલને ફોલો કરવાના ઉત્સાહમાં ભાજપાના અગ્રણીઓ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરવાની વાત તો બાજુ ઉપર મહાત્મા ગાંધીજીની પ્રતિમાને તંબુથી ઢાંકી દીધી હતી. અને ગાંધીજીનું અપમાન કર્યું હતું.

ભાજપા દ્વારા ગાંધીજીના કરવામાં આવેલા અપમાન સામે આજે શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને ગંગા જળ, પાણી અને દૂધથી સ્નાન કરાવીને ગાંધીજીની પ્રતિમાને શુદ્ધ કરી હતી. ત્યારબાદ સુતરની આંટી પહેરાવી ગાંધીજીનું અપમાન કરનાર ભાજપ સામે સુત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ઋત્વિજ જોષી, મિતેષ ઠાકોર, ચિરાગ શાહ, અમર ઢોમસે, યશ ચૌહાણ, વિકી શાહ, હરી ઓડ, રાહુલ બોરડે, ઉમંગ પંડ્યા, મેહુલ પરમાર, પૂર્વેશ બોરોલે અને મૈત્રિસ જોષી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

વધુ વિગતો વાંચવા માટે ફોટો બદલો...

X
ભાજપે ગાંધીજીનું અપમાન કર્યુ, કોંગ્રેસે પ્રતિમાનું શુદ્ધીકરણ કર્યુભાજપે ગાંધીજીનું અપમાન કર્યુ, કોંગ્રેસે પ્રતિમાનું શુદ્ધીકરણ કર્યુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App