વડોદરાઃ કાર્યકરોની ગેરહાજરીમાં જ EVM સીલ કરી દેવાતાં કોંગ્રેસનો હોબાળો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપા અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષના ઉમેદવારોને હાજર રહેવા માટે જણાવ્યું હતું - Divya Bhaskar
ભાજપા અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષના ઉમેદવારોને હાજર રહેવા માટે જણાવ્યું હતું

વડોદરાઃ જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવનની કચેરી ખાતે ચૂંટણી તંત્ર દ્વારા 144- રાવપુરા વિધાન સભા બેઠકની ચૂંટણી માટેના ઇ.વી.એમ.સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષના કાર્યકરોને આ કામગીરી દરમિયાન ઉપસ્થિત થવા જણાવાયું હતું. જોકે  300 ઇ.વી.એમ.પૈકી 150 ઇ.વી.એમ. કોંગ્રેસ કાર્યકરોની ગેરહાજરીમાં ચૂંટણી તંત્ર દ્વાર સીલ મારી દેવાતાં કોંગ્રેસ કાર્યકરોએ ભારે હોબાળો મચાવી મૂક્યો હતો. આખરે ચૂંટણી તંત્રએ તેમની માંગણીને માન્ય રાખી નવેસરથી તમામ ઈવીએમને સીલ કરવાની ફરજ પડી હતી.
 

ચૂંટણી તંત્રએ 150 ઈવીએમ સીલ કરી દીધા હતા
 
વડોદરામાં ગુજરાત વિધાન સભાની બીજા તબક્કાની ચૂંટણી તા.14 ડિસેમ્બર-017ના રોજ યોજાનાર છે. 144- રાવપુરા વિધાન સભા બેઠકના ઇ.વી.એમ. ટેસ્ટીંગ કરીને સીલ કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા તા.4,5 અને 6 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી. ચૂંટણી તંત્ર દ્વારા તા.4 અને 5ના રોજ 150 ઇ.વી.એમ. ટેસ્ટીંગ કરીને સીલ મારી દેવામાં આવ્યા હતા. અને બાકીના 150 ઇ.વી.એમ. સીલ કરવા માટે કોંગ્રેસને જાણ કરવામાં આવી હતી. આજે સવારે કોંગ્રેસના કાર્યકરો ઇ.વી.એમ. ટેસ્ટીંગ સમયે હાજર રહ્યા હતા. તે સમયે તેઓને 150 ઇ.વી.એમ. સીલ કરી દેવામાં આવ્યા હોવાની જાણ થતાં કાર્યકરોએ તેનો વિરોધ કર્યો હતો.
 

ઈવીએમ સીલ કરવાની પ્રક્રિયાને ફરીથી હાથ ધરવાની કોંગ્રેસે કરી માંગ
 
દરમિયાન આ અંગેની જાણ રાવપુરા વિધાન સભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)ને થતાં તેઓ પોતાનો ચૂંટણી પ્રચાર પડતો મૂકી પોતાના કાર્યકરો સાથે દોડી આવ્યા હતા. અને તેઓએ મદદનીશ ચૂંટણી અધિકારી રાજેશ્રી ડામોરને સીલ કરી દેવામાં આવેલા તમામ 150 અન્ય બાકી ઇ.વી.એમ. કોંગ્રેસ કાર્યકરોની ઉપસ્થિતીમાં ટેસ્ટીંગ કરીને સીલ કરવા માટે રજૂઆત કરી હતી.
 

વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં...

અન્ય સમાચારો પણ છે...