વડોદરાઃ આ કલાકાર સેક્સ રેકેટમાંથી બહાર આવેલી યુવતીઓની કરે છે મદદ

વડોદરાઃ આ કલાકાર સેક્સ રેકેટમાંથી બહાર આવેલી યુવતીઓની કરે છે મદદ

Rohit Chavda | Updated - Oct 13, 2016, 09:04 AM
(દેહવેપારમાંથી બહાર આવેલી યુવતીઓને મદદ કરતી ટી.વી. આર્ટીસ્ટ કનિષ્કા સોની)
(દેહવેપારમાંથી બહાર આવેલી યુવતીઓને મદદ કરતી ટી.વી. આર્ટીસ્ટ કનિષ્કા સોની)
વડોદરા: શહેરની ટી.વી. સ્ટાર કનિષ્કા સોનીએ હિન્દી ટીવી સિરીયલ અને સિંગીગમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. કનિષ્કાએ પોતાના વ્યવસાયમાંથી મળતી આવકમાંથી અનોખી સેવા શરૂ કરી છે. મુંબઇમાં સામાજિક સંસ્થા દ્વારા દેહવેપારમાંથી બચાવી લેવાતી યુવતીઓને કનિષ્કા મદદ કરીને પોતાની સામાજિક જવાબદારી નિભાવી રહી છે. આગામી દિવસોમાં ચેરીટી શો કરીને દેહવેપારમાંથી બહાર આવેલી યુવતીઓને મદદ કરવાની ટી.વી. સ્ટાર કનિષ્કા સોનીની ઇચ્છા છે.
ટી.વી. આર્ટીસ્ટ કનિષ્કા સોની મૂળ વડોદરાની રહેવાસી
દો દીલ એક જાન, દીયા ઔર બાતી, મહાદેવ, મહાભારત જેવી ટી.વી. સીરીયલોમાં અભિનયના ઓજસ પાથરનાર અને હાલમાં સંકટ મોચન હનુમાન સિરીયલમાં લક્ષ્મણની માતા સુમિત્રાનું પાત્ર ભજવનાર કનિષ્કા વડોદરાના માણેજા વિસ્તાર રહે છે. વર્ષોથી મુંબઇમાં સ્થાયી થયેલી કનિષ્કા સોનીએ divyabhaskar.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા 5 વર્ષથી મુંબઇના કાંદિવલી વિસ્તારમાં આવેલી રેસ્ક્યુ ફાઉન્ડેશન સાથે સંકળાયેલી છું. રેસ્ક્યુ ફાઉન્ડેશનના સંચાલિકા ત્રિવેણી આચાર્ય બળજબરીથી દેહવેપારમાં ધકેલી દેવાયેલી યુવતીઓને બચાવવાનું કામ કરે છે. અત્યાર સુધીમાં 300 જેટલી યુવતીઓને દેહવેપારમાંથી બચાવીને તેઓનું પુનઃ સ્થાપન કરનાર આ સંસ્થાથી હું પ્રભાવિત થઇ હતી. આથી હું ટી.વી. સિરીયલો અને ફિલ્મી ગીતો ગાવામાં જે આવક મળે છે તેમાંથી દેહવેપારમાંથી બહાર આવેલી યુવતીઓને કપડા અને આર્થિક મદદ કરું છું.
નોકરીની લાલચ આપીને બાંગ્લાદેશ-નેપાળથી લવાય છે યુવતીઓને, ધકેલી દેવાય છે દેહવેપારના ધંધામાં, વાંચવા માટે ફોટો બદલો.

X
(દેહવેપારમાંથી બહાર આવેલી યુવતીઓને મદદ કરતી ટી.વી. આર્ટીસ્ટ કનિષ્કા સોની)(દેહવેપારમાંથી બહાર આવેલી યુવતીઓને મદદ કરતી ટી.વી. આર્ટીસ્ટ કનિષ્કા સોની)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App