વડોદરા વડોદરા

વડોદરા વડોદરા

Mehul chauhan | Updated - Apr 26, 2016, 02:45 PM
વડોદરાના ગાયકવાડ રાજવી દામાજી રાવે દ્વારા અમદાવાદમાં બંધાવવામાં આવેલ ગાયકવાડ હવેલી. જ્યાં હાલ ક્રાઇમ્ર બ્રાંચની ઓફિસ છે.
વડોદરાના ગાયકવાડ રાજવી દામાજી રાવે દ્વારા અમદાવાદમાં બંધાવવામાં આવેલ ગાયકવાડ હવેલી. જ્યાં હાલ ક્રાઇમ્ર બ્રાંચની ઓફિસ છે.
વડોદરા: અમદાવાદની ગાયકવાડ હવેલીમાં કાર્યરત ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં તાજેતરમાં કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા કરી આરોપી મનિષ બલઇ ફરાર થઇ ગયો અને ગણતરીના કલાકોમાં વડોદરા નજીક કરજણ રેલવે સ્ટેશને ટ્રેનમાંથી પોલીસે દિલધકડ ઓપરેશન પાર પાડી ઝડપી લીધો. અત્રે ઉલ્લેખનીય છે કે આ સનસનીખેજ મામલે ચર્ચામાં આવેલ ગાયકવાડ હવેલી વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારે ઇ.સ. 1738માં બંધાવી હતી.

અમદાવાદ પર ગાયકવાડ અને મુગલનું સંયુક્ત રાજ ચાલતું

અઢારમી સદીમાં અમદાવાદમાં દામાજી ગાયકવાડ, પેશ્વા રઘુનાથ રાવ અને મુગલ સુબેદાર મોમિન ખાનનું સંયુક્ત રાજ ચાલતું હતું. દરમિયાન મરઠાઓએ પોતાની બેઠક (ગાદી) માટે સાબરમતી નદીના કિનારે ઇ.સ. 1738માં આ હવેલી બંધાવી હતી. અમદાવાદમાંથી થતી વેરા સહિતની આવક પેશ્વા અને ગાયકવાડ વચ્ચે એકસરખી વહેંચવામાં આવતી હતી. શહેરના અગિયાર દરવાજા પર પેશ્વાઓનો અને માત્ર જમાલપુર દરવાજા વિસ્તાર પર દામાજી ગાયકવાડનો અંકુશ હતો. દામાજી રાવે આ હવેલીનું સમારકામ કરાવી કિલ્લો બંધાવ્યો અને વિશાળ દરવાજા મૂકાવ્યા. હવેલીની અંદર વિશાળ ગાર્ડન હતો અને બળદથી ચાલતા કોશ દ્વારા તેમાં પાણી અપાતું.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, પેશ્વાએ નિમેલા સરસુબાએ ગાયકવાડ હવેલી પર કર્યો હતો હુમલો, હવેલી પરથી 'હાથમાં દંડો, બગલમાં મોઇ, હવેલી લેતા ગુજરાત ખોઇ' કહેવત બની

X
વડોદરાના ગાયકવાડ રાજવી દામાજી રાવે દ્વારા અમદાવાદમાં બંધાવવામાં આવેલ ગાયકવાડ હવેલી. જ્યાં હાલ ક્રાઇમ્ર બ્રાંચની ઓફિસ છે.વડોદરાના ગાયકવાડ રાજવી દામાજી રાવે દ્વારા અમદાવાદમાં બંધાવવામાં આવેલ ગાયકવાડ હવેલી. જ્યાં હાલ ક્રાઇમ્ર બ્રાંચની ઓફિસ છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App