હઝફફનું બજેટ .........

હઝફફનું બજેટ .........

Mehul chauhan | Updated - Jan 25, 2016, 05:00 PM
(તસવીર: અહીં ઉછેર સાથે અહીં જ કર
(તસવીર: અહીં ઉછેર સાથે અહીં જ કર
વડોદરા: ગુજરાતી ફિલ્મ જગતમાં મધર તરિકે પ્રસિધ્ધી પામેલા પદમા રાણીનુ મુંબઇમાં નિધન થયુ છે. પદમા રાણીનો વડોદરા શહેર સાથે જુનો નાતો છે. તેમનો ઉછેર વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલી ઉંચી પોળની કણબીવાડમાં થયો હતો. પોતાનો શરૂઆતનો અભ્યાસ તેઓએ વડોદરા શહેરની મધ્યવર્તી સ્કૂલમાં પૂર્ણ કર્યો હતો. શરૂઆતની કારકિર્દીમાં તેમણે વડોદરામાં નાટકોમાં કામ કર્યુ હતુ. બાદમાં તેમણે મુંબઇમાં જઇને અભિયન ક્ષેત્રે ઝંપલાવ્યુ હતુ. તેમણે અનેક નાટકો સાથે 250થી 300 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.
વડોદરામાં પદ્મારાણીની અદાકારી જોઇ પ્રભાવિત ફરદીન ઇરાની મુંબઇ લઇ ગયા
ગુજરાતી ફિલ્મ અને નાટ્ય જગતમાં પોતાની અમિટ છાપ છોડનાર પદમા રાણીનો જન્મ મહારાષ્ટ્રીયન પરિવારમાં થયો હતો. તેઓને નાનપણથી જ એક્ટિંગ કરવાનો શોખ હતો. પદમા રાણી અને તેમના બહેન સરિતા જોષી શરૂઆતમાં વડોદરા શહેરમાં રમણલાલ મૂર્તિવાલાના નાટકોમાં કામ કરતા હતા. એક દિવસ અરૂણા ઇરાનીના પિતા ફરદીન ઇરાની વડોદરામાં આવ્યા હતા. તેઓએ પદમા અને સરિતાને નાટક કરતા જોતાં બન્ને બહેનોની અદાકારીથી પ્રભાવિત થયા અને નાટકોમાં કામ કરવા મુંબઇ લઇ ગયા હતા. જ્યાં પદમા રાણીએ અનેક નાટકોમાં કામ કર્યુ અને ત્યારબાદ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરવાનું શરૂ કર્યુ હતુ. અરવિંદ જોષી સાથે કરેલી જનમટીમ નામની તેમની ફિલ્મ સુપરહિટ રહી હતી. બાદમાં તેઓએ પાછુ વળીને જોયુ નહોતું. તેઓએ પોતાની કારકિર્દી દરમિયાન 250થી 300 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તેમનું લાંબી બિમારી બાદ મુંબઇમાં નિધન થયુ છે.
આગળની સ્લાઇડ્સ ક્લીક કરીને વાંચો... પદ્મારાણીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મધર ઇન્ડિયા કહેવામાં અતિષયોક્તિ નથી: નિહારિકા ભટ્ટ.... પદ્મારાણી સાથે નાટકમાં અભિનય કરવા મળ્યો તે મોટી વાત છે: રૂતેશ પટેલ..... પદ્મારાણીને અપાઇ કલા જગત વિકાસ મંડળ, વડોદરા દ્વારા શ્રધ્ધાંજલિ...પદ્મારાણીના વડોદરાના પાડોશી સાથે વાત....

X
(તસવીર: અહીં ઉછેર સાથે અહીં જ કર(તસવીર: અહીં ઉછેર સાથે અહીં જ કર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App