વડોદરાની યુવતી પહોંચી લોસ એંજેલસ: હોલિવુડમાં બનાવ્યો દબદબો

વડોદરાની યુવતી પહોંચી લોસ એંજેલસ: હોલિવુડમાં બનાવ્યો દબદબો

Mehul chauhan

Aug 19, 2015, 04:24 PM IST
વડોદરા: કેટલાંક વર્ષો પહેલાં વડોદરામાં ઉછરીને મોટી થયેલી અને એમ.એસ.યુનિવર્સીટીમાં જ બીબીએની ડિગ્રી મેળવનાર એલીશા ક્રિશ નામની યુવતી હોલિવુડમાં એક્ટર્સ, ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર વચ્ચે પોતાનો દબદબો બનાવી ચુકી છે. એલીશા અભિનેત્રી તથા પ્રોડ્યુસર તરીકે હોલિવુડમાં સફળતા પૂર્વક પ્રસ્થાપિત થઇ ચુકી છે. મુંબઇની ‘ઝંજીર’ અને ‘વેક અપ ઇન્ડિયા’ જેવી હિન્દી ફિલ્મોમાં એક્ટ્રેસ તરીકે કામ કર્યા બાદ એલીશા અમેરિકાના લોસ એન્જેલીસ શહેરમાં શીફ્ટ થઇ અને ત્યારબાદ તેણે તેની હોલિવુડની સફર શરુ કરી.
હોલિવુડની ફિલ્મોમાં એક્ટિંગ અને હવે પોતાના પ્રોડક્શન અંતર્ગત પોતે જ ફિલ્મો બનાવી રહી છે. એલીશા મહિલાઓને કેન્દ્ર સ્થાને રાખી સામાજીક વિષયો ઉજાગર કરતી ફિલ્મો બનાવવાના નિશ્ચય સાથે દબદબાભેર હોલિવુડમાં પદાર્પણ કરી રહી છે. એલીશા માને છે કે તે અત્યારે પોતાની કારકિર્દીના મધ્યભાગમાં છે અને અત્યંત એક્સાઇટેડ છે. સામાજીક વિષયો બાબતે જાગૃતિ ફેલાવવા વડોદરાની એલીશા હોલિવુડમાં ફિલ્મો બનાવે છે. પોતાનો ઉદ્દેશ્ય વિશ્વ ફલક પર સિધ્ધ કરવા વિશ્વ કક્ષાના પ્લેટફોર્મ પરથી જ પ્રયાસો કરી રહી છે.
આગળની સ્લાઇડ્સ ક્લીક કરીને વાંચો... હું જે ચાહું તે બની શકું છે જો મારી તે તરફની તડપ અને મહેનત પુરેપુરી હશે તો.... વડોદરાની બીબીએ કોલેજથી જ એલીશાએ હોસ્ટીંગ શરુ કરી દીધુ હતું...
X
વડોદરાની યુવતી પહોંચી લોસ એંજેલસ: હોલિવુડમાં બનાવ્યો દબદબો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી