વિભાજન થતાં ૮૨ ગામોનો તાલુકો અને એ.પી.એમ.સી. બદલાશે

વિભાજન થતાં ૮૨ ગામોનો તાલુકો અને એ.પી.એમ.સી. બદલાશે

Mehul chauhan | Updated - May 31, 2015, 03:30 PM
વિભાજન થતાં ૮૨ ગામોનો તાલુકો અને એ.પી.એમ.સી. બદલાશે
વડોદરા: જિલ્લાનું વિભાજન કરી નવો છોટાઉદેપુર જિલ્લો બનાવાયા બાદ નવા જિલ્લામાં આવેલા પાવીજેતપુર તાલુકાનું વિભાજન કરી નવો બોડેલી તાલુકો બનાવાયો છે. જેથી પાવીજેતપુર તાલુકાના 82 ગામોનો સમાવેશ નવા તાલુકામાં તેમજ બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કરવા અંગેનું જાહેરનામું રાજ્ય સરકારના ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર વિભાગે પ્રસિદ્ધ કર્યું છે.
Paragraph Filter
નવરચિત છોટાઉદેપુર જિલ્લામાં આવતા પાવીજેતપુર તાલુકાનું વિભાજન કરીને નવો બોડેલી તાલુકો બનાવાયો છે. જેથી પાવીજેતપુર તાલુકાના 82 ગામોને આ તાલુકામાંથી રદ કરીને નવા બોડેલી તાલુકામાં જોડી દેવાયાં હતા. ત્યારબાદ હવે આ 82 ગામોને પાવીજેતપુર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી અલગ કરી નવી રચાયેલી બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરાઇ છે. જે અંગેનું જાહેરનામું બહાર પાડી આ અંગેના વાંધા સૂચનો એક મહિનામાં મોકલી આપવા ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર વિભાગના નિયામકે જણાવ્યું છે.

X
વિભાજન થતાં ૮૨ ગામોનો તાલુકો અને એ.પી.એમ.સી. બદલાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App