ગોવિંદભાઇનાં નામની બૂમ પાડી સ્મશાનમાં હિંબકે

(તસવીર: ગોવિંદભાઇની સ્મશાનયાત્રામાં હિબકે ચડેલા અભિનેતા નરેશ કનોડીયા)
(તસવીર: ગોવિંદભાઇની સ્મશાનયાત્રામાં હિબકે ચડેલા અભિનેતા નરેશ કનોડીયા)

Mehul chauhan

Apr 16, 2015, 11:04 AM IST
વડોદરા : અનેક ગુજરાતી હીટ ફિલ્મના નિર્માતા ગોવિંદભાઇ પટેલ (ઉ.વ.72)નું બુધવારે અવસાન થયું હતુ. તેઓ કેન્સરની બીમારીથી પિડાતા હતા. ખાસવાડી સ્મશાન ખાતે તેમની અંતિમવિધિ કરાઇ હતી. તેમની અંતિમયાત્રામાં ઢોલિવૂડનાં અભિનેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેશ કનોડીયા પણ આવ્યો હતો, ગોવિંદભાઇના નામની બૂમ પાડી સ્મશાનમાં હિબકે ચડ્યો હતો. આ સિવાય ઢોલીવુડના કલાકારો તથા તેમની સાથે કામ કરી ચૂકેલા યુનિટના સભ્યો સ્મશાનયાત્રામાં જોડાયા હતાં.
Paragraph Filter
ગોવિંદભાઇ પટેલ સાડા ત્રણ દાયકા કરતા વધુ સમયથી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે સંકળાયેલા હતા. મૂળ કેશોદના વતની ગોવિંદભાઇ પટેલ શરૂઆતમાં ટોકિઝ સંચાલક હતા. ત્યારબાદ તેમણે 1980ના અરસામાં જીએન ફિલ્મ્સના બેનર હેઠળ ગુજરાતી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. 1982-83માં 'ઢોલા મારૂ' તેમની પ્રથમ સુપરહીટ ફિલ્મ રહી હતી. ત્યારબાદ અનેક ફિલ્મો આપી હતી. ગુજરાતની ઓલ ટાઇમ સુપર હિટ ફિલ્મ ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ દુનિયાભરના ગુજરાતીઓ એ વખાણી હતી.
નરેશ કનોડીયાએ ગોવિંદભાઇને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, ફિલ્મોમાં કલાકાર કોમેડીય, હીરો, વિલન તરીકે ઓળખ બનાવે છે, તેવી રીતે ગોવિંદભાઇએ ગુજરાતી ફિલ્મોના નિર્માતા તરીકે પોતાની આગવી ઓળખ બનાવી હતી. ગોવિંદભાઇ એક સારા ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક હતાં. ગુજરાતી ફિલ્મ જગતને ગોવિંદભાઇના નિધનથી ન પુરુ શકાય તેવી ખોટ પડી છે.
નરેશ કનોડીયાએ 'ઢોલા મારુ' ફિલ્મના શૂટિંગની યાદો વાગોળતા જણાવ્યું હતું કે, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બનાવટી બ્રીજ પર હું ઘોડા પર સવાર હતો. આ દરમિયાન બ્રીજનો કેટલોક હિસ્સો તૂટતા ઘોડાનો પગ તેમાં ફસાઇ ગયો હતો અને ગોવિંદાભાઇ યુનિટ સહિત મને બચાવવા માટે દોડી આવ્યા હતાં.
ગોવિંદભાઇએ કઇ કઇ સુપરહિટ ગુજરાતી ફિલ્મો બનાવી જાણવા તથા સ્મશાનયાત્રામાં ગમગીન થયેલા ઢોલીવુડ કલાકારોની વધુ તસવીરો નિહાળવા ફોટો બદલતા જાવ.
તસવીર: વિપુલ માને, વડોદરા.
X
(તસવીર: ગોવિંદભાઇની સ્મશાનયાત્રામાં હિબકે ચડેલા અભિનેતા નરેશ કનોડીયા)(તસવીર: ગોવિંદભાઇની સ્મશાનયાત્રામાં હિબકે ચડેલા અભિનેતા નરેશ કનોડીયા)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી