૨૦ વર્ષના મનને તૈયાર કરી બરોડાની ફેસબુક

૨૦ વર્ષના  મનને  તૈયાર કરી બરોડાની ફેસબુક

mehul chauhan

Apr 03, 2014, 10:06 AM IST

ફેસબૂકનો ક્રેઝ જોઈને વડોદરાના યુવા એથિકલ હેકરે શહેરને આપવાના હેતુ સાથે એક વેબસાઈટ ડેવલપ કરી છે. જેમાં ફેસબૂકથી અલગ કરવા તેણે અનેક ઇન્ટરેસ્ટિંગ ચેન્જિસ કર્યા છે. તેને સંલગ્ન એપ એન્ડ્રોઇડ મોબાઇલ અને આઇફોન પર પણ યૂઝ કરી શકાશે.

ફેસબૂકની પોપ્યૂલારીટી બાદ વેબ એપ્લિકેશનમાં સોશિયલ મિડિયાની બોલબાલા વધી છે. વડોદરાના યંગ એથિકલ હેકર આંત્રપ્રિન્યોર મનન શાહે માત્ર બરોડા માટે જ ડેડિકેટેડ એવી એક વેબ એપ્લિકેશન અને મોબાઇલ એપ્લિકેશન ‘ બરોડા બુક’ તૈયાર કરી છે. ફેસબુક જેવી જ આ એપ્લિકેશન ટૂંક સમયમાં લોન્ચ થશે અને શહેરના લોકો ફેસબુકની જેમ ‘બરોડા બુક’માં એક બીજાથી સોશિયલી કનેક્ટ થઈ શકશે. ‘બરોડા બુક’ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન અને આઈફોન પર પણ યુઝ કરી સકાશે. સિક્યોરિટી અને થોડા હટકે ફિચર્સ આ વેબએપ્લિકેશન અને મોબાઈલ એપ્લિકેશનની યુએસપી હશે. બરોડા બુકની વિશેષતા એ છે કે તેમાં માત્ર વડોદરા અને આસપાસના ૬૦ કિલોમીટરના લોકો જોડાઈ સકશે. જો કે ગ્લોબલિ કનેક્ટેડ વર્લ્ડમાં આ એક સેટબેક્સ પણ છે પરંતુ સિટી સ્પેસિફિક સોશિયલ મિડિયાના કારણે સિટીના જ લોકોની માહિતી આસાનીથી મળી શકશે. દેશના ટોપ એથિકલ હેકર્સમાં સ્થાન ધરાવતા મનન શાહે ત્રણ વર્ષ જેટલા સમય સુધી બરોડા બુક તૈયાર કરવા માટે રિસર્ચ કર્યું છે. જ્યારે ડિઝાઇનિંગ માટે તેના ફ્રેન્ડ જયપંચાલે મદદ કરી હોવાનું મનન શાહે જણાવ્યું હતું. ‘બરોડા બુક’ તૈયાર કરવા માટે સિક્યોરીટી વગેરે હાઈ લેવલની લેટેસ્ટ અપડેટેડ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ડેવલપ કરાઈ છે.

કેવી રીતે યુઝ કરી શકાશે બરોડાની ‘ફેસબુક’? શું છે ‘બરોડા બુક’ની વિશેષતાઓ? ચેટિંગ કરતી વ્યક્તિનું લોકેશન પણ જાણી શકાશે, વાંચવા ફોટો બદલતા જાવ.

X
૨૦ વર્ષના  મનને  તૈયાર કરી બરોડાની ફેસબુક

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી