વડ ફેસ્ટ વિશે નાણા અને ઊર્જામંત્રીની સંસ્થાઓ સાથે બેઠક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: વડોદરામાં આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારા વડફેસ્ટ-2015ના આયોજન માટેની અગત્યની બેઠકનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ બેઠકનું આયોજન વડફેસ્ટ સાથે સંકળાયેલી એનજીઓ અને વિવિધ એજન્સીઓના પ્રતિનિધિઓ સાથે થશે.આ બેઠક નાણા અને ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાશે. વડફેસ્ટ-2015ના આયોજનની બેઠક જીઇબી ગેસ્ટ હાઉસના ઊર્જા બંગલો ખાતે આવતીકાલે રવિવારે બપોરે 4.00 કલાકે થશે. જેમાં વડફેસ્ટના આયોજનના વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવશે. જ્યારે સૌરભભાઇ પટેલ રવિવારે બપોરે 2.00 કલાકે સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત રાષ્ટ્રીય તરણ સ્પર્ધા ખાતેના ઇનામ વિતરણ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.