• Gujarati News
  • Brijesh Jayvijay Cases Supervision Snatch To Usha Rada

ઉષા રાડા પાસેથી બ્રિજેશ-જયવિજયના કેસોનું સુપરવિઝન આંચકી લેવાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાસાનો હુકમ અતિગોપનીય હોવા છતાં આરોપીઓને તેની જાણ કેવી રીતે થઇ?
ઇમ્પેક્ટ: કાભાઇ ચૌહાણના પુત્ર બ્રિજેશ અને જયવિજય સામે પાસાનો આદેશ તેમજ તેની સામે નોંધાયેલી પોલીસ ફરિયાદોનું સુપરવીઝન કરી રહેલા ડીવાયએસપીએ તેમના સંબંધો આરોપીના પરિવાર સાથે હોવાનું છુપાવ્યું હતું
જમીન કૌભાંડમાં સંડોવાયેલા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર કાભાઇ ચૌહાણના પુત્ર બ્રિજેશ અને જયવિજય વિરુદ્ધ થયેલો પાસાનો આદેશ તેમજ તેની સામે નોંધાયેલી પોલીસ ફરિયાદોનું સુપરવીઝન કરી રહેલા ડીવાયએસપી ઉષા રાડા પાસેથી જિલ્લા પોલીસ વડાએ સુપરવીઝન છીનવી લઇ તેની જવાબદારી ડભોઇના ડીવાયએસપીને સોંપતા ભારે ચકચાર મચી જવા પામી છે. કાભાઇના પરિવાર સાથે ઘનિષ્ઠ સબંધ ધરાવતાં હોવા છતાં ઉષા રાડા છેલ્લા ૧૦ દિવસથી મૌન રહીને તપાસનું સુપરવીઝન કરી રહ્યાં હતા અને અચાનક શુક્રવારે સવારે આ સબંધોનો એકરાર કરતાં તપાસમાંથી દુર રહેવા માટે રજૂઆત કરી હતી. આ બાબત સપાટી પર આવતાં ભારે ચર્ચાનો વિષય બની છે.
આ ઉપરાંત બ્રિજેશ અને જયવિજય વિરુદ્ધ પાસાનો હુકમ અતિગોપનીય રીતે થયો હોવા છતાં તે બન્ને પોલીસને ચકમો આપવામાં કંઇ રીતે સફળ થયા તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે અને કેમ જિલ્લા પોલીસે આ બાબતની હજુ તપાસ હાથ ધરી નથી.ચૌહાણ બંધુઓ વિરુદ્ધ તપાસનું સુપરવીઝન કરનાર ડીવાયએસપી. ઉષા રાડાને કાભાઇના પરિવાર સાથે ઘનિષ્ઠ સબંધ હોવાનું અને તેમની દિકરી ઉષા ઘનશ્યામસિંહ અસવાર ઉષા રાડાના નાનપણના મિત્ર હોવાની વિગતો સપાટી પર આવતાં ઉષા રાડાના સુપવીઝન હેઠળ થઇ રહેલી સમગ્ર તપાસ જ શંકાના દાયરામાં આવી ગઇ હતી.
ઉષા રાડાએ તેમની પાસેથી સુપરવીઝન લઇ લેવા માટેની રજૂઆત કેમ ૧૦ દિવસ પછી કરી ?શુક્રવારથી ડીએસપી સંદીપસિંઘ લાંબી રજા પર જઇ રહ્યાં હતા ત્યારે જ ઉષા રાડાએ આ પ્રકારની રજૂઆત કરતાં ડીએસપીએ ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન ર્દોયા બાદ શુક્રવારે રાત્રે ઉષા રાડા પાસેથી બ્રિજેશ અને જયવિજય વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદની તપાસનું સુપરવીઝન છીનવી લઇનેડભોઇ ડિવીઝનના ડીવાયએસપી આર.ડી.પટેલને સોંપવાનો લેખિતમાં આદેશ કર્યો હતો.
આગળ વાંચો, ઉષા રાડા ઇન્ચાર્જ ડીએસપી ખરા, પણ તપાસમાં દખલગીરી નહી કરી શકે