તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Brijesh And Police Officer Are In Problem Cause Of Escape Brijesh Matter

6 કલાક ગાયબ રહેવા બદલ બ્રિજેશ અને પોલીસ સહિ‌ત 4 સામે ગુનો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભૂજ જેલમાંથી બ્રિજેશ મિત્ર કમલેશ પટેલની કારમાં સંબંધીના ઘરે જમવા ગયો હતો
- ભૂજ એસપીએ બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા
- શુક્રવારે બ્રિજેશ દવાખાને જવાના બહાને ૬ કલાક ગાયબ રહ્યો હતો
- ડીએસપીના સરપ્રાઇઝ ચેકિંગમાં ભાંડો ફૂટ્યો હતો


પાસા હેઠળ ભૂજની પાલરા જેલમાં રખાયેલા બ્રિજેશ ચૌહાણ ગાયબ થવાના પ્રકરણમાં ભૂજ એસપીએ બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેતાં પોલીસતંત્રમાં સોપો પડી ગયો હતો. બીજીબાજુ તપાસ અધિકારીના રિપોર્ટ બાદ બ્રિજેશ ચૌહાણ અને બે પોલીસકર્મીઓ સહિ‌ત ૪ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જમીન વિવાદમાં પાસા હેઠળ અટકાયત કરાયેલા બ્રિજેશ ચૌહાણને ભૂજની પાલરા જેલમાં મોકલી અપાયો હતો. ગત શુક્રવારે પાલરા જેલમાંથી બીમારીની સારવારના ઓથે ભૂજ જી.કે. જનરલ હોસ્પિટલમાં ગયેલો બ્રિજેશ કલાકો સુધી ગાયબ થઇ ગયો હતો. એસપી બિપીન અહિ‌રના સરપ્રાઇઝ ચેકિંગમા ભાંડો ફૂટતાં એસપીએ ભૂજ સિટી પીઆઇ એચ.બી.જમોડને તપાસનો હુકમ કર્યો હતો.

જેમાં જાપ્તાના હેડ કોન્સ્ટેબલ મુકુંદચંદ્ર ઠાકોરભાઇ ગામીત અને એલઆરડીના વિક્કી ઠાકોર પટેલની મિલીભગતથી બ્રિજેશને સુરતના મિત્ર કમલેશ પટેલની કારમાં સંબંધીના ઘરે જમવા લઇ જવાયો હોવાનું ખુલ્યું હતું. બંને પોલીસકર્મીઓની સંડોવણી બહાર આવતાં એસપીએ રવિવારે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા જ્યારે પીઆઇ જમોડે બ્રિજેશ ચૌહાણ, તેના મિત્ર કમલેશ પટેલ અને બે પોલીસ કર્મી સામે પ્રિઝન્સ એક્ટની કલમ ૪૨ તેમજ જાહેરનામાના ભંગની કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત વાંચવા ફોટો બદલો