બાજવામાં પંચાયતની મહિ‌લા સભ્યના ઘરમાં ટોળાની તોડફોડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુકાન વેચાતી રાખવા બાબતે તકરાર : કારને આગ ચાંપી

બાજવા પંચાયતના મહિ‌લા સભ્યના ઘરમાં ટોળાએ તોડફોડ કરી કારને આગ ચાંપી દીધી હતી. બાજવાના નહેરુ પાર્કમાં રહેતા વૈશાલીબહેન બાજવા ગ્રામ પંચાયતનાં સભ્ય છે. તેમના ઘરની બાજુમાં આવેલી બે દુકાનો ભીમજીભાઇ ઇશ્વરભાઇ શિહોરાએ મહેશ શાહ પાસેથી વેચાણ લીધી હતી. આ દુકાન જિગ્નેશને પણ વેચાતી રાખવાની ઇચ્છા હોવાથી બંને વચ્ચે અવારનવાર તકરાર થતી હતી.

આ તકરારની અદાવતે બુધવારે રાત્રે વૈશાલીબહેન અને તેમની પુત્રી ઘરમાં હતા ત્યારે ભીમજી શિહોરા, તેનો પુત્ર દિનેશ, વિજય ધીરુ શિહોરા અને તેમની પત્નીઓ સાથેનું ટોળું ધસી આવ્યું હતું. આ ટોળાએ તેમના ઘરમાં બારીઓના કાચની અને ફર્નિ‌ચરની તોડફોડ કરી હતી. તેમજ કંપાઉન્ડમાં પડેલી ઇન્ડિકા કારને આગ ચાંપી દીધી હતી.