બ્રહ્મલીન પૂ.કેવલાનંદજીની ષોડશી 18મીના રોજ યોજાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભજનાંજલિના કાર્યક્મમાં હજારો લોકો હાજર રહ્યાં
ભજનાંજલિ કાર્યક્રમમાં તમામ ભક્તોને પ્રસાદના રૂપમાં ચોકલેટ તેમજ મીઠાઇ આપવામાં આવી


યોગીની એકાદશીના પર્વે બ્રહ્મલીન થયેલા સંત પ.પૂ.પરમહંસ કેવલાનંદજી મહારાજને ભજનાંજલિ અર્પવાનો કાર્યક્રમ આજે સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમજની વાડી ખાતે યોજાતાં તેમાં હજારોની સંખ્યામાં ભક્તો તેમજ અનુયાઇઓ હાજર રહ્યાં હતા.જ્યારે પૂ.કેવલાનંદજીની ષોડશીની વિધિ તા.૧૮મીના રોજ નવાપુરા વિસ્તારમાં આવેલી પાનમ પાટીદાર સમાજની વાડી ખાતે રાખવામાં આવી હોવાનું બાબાના ભક્તોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બ્રહ્મલીન પૂ. કેવલાનંદજી મહારાજના હજારો ભક્તો વડોદરામાં વસે છે. પૂ.બાબાના બ્રહ્મલીન થયા બાદ ભક્તો દ્વારા ભજન સત્સંગ દ્વારા અંજલિ આપવામાં આવી રહી છે. અગાઉ શનિદેવ મંદિર, મકરપુરા ખાતેથી કાર્યક્રમ યોજાયા બાદ આજરોજ ગોરવા રોડ ઉપર આવેલા સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે ભજનાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે ૨.૩૦ થી સાંજે પ.૩૦ દરમિયાન યોજાયેલાં આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભક્તો તેમજ અનુયાઇઓ હાજર રહ્યાં હતા.

આ કાર્યક્રમમાં બાબાની એક મૂર્તિ‌ તેમજ ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યો હતો. બ્રહ્મલીન પૂ.કેવલાનંદજી તેમના ભક્તોને ચોકલેટ તેમજ મીઠાઇ પ્રસાદના સ્વરૂપમાં આપતાં હતા એટલે આજના કાર્યક્રમમાં પણ તમામ ભક્તોને પ્રસાદના રૂપમાં ચોકલેટ તેમજ મીઠાઇ આપવામાં આવી હતી. બાબાના ભક્તોએ જણાવ્યું હતું કે, આવતી કાલે પણ ભજનાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અમીન પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ અજંતા પાર્ટી પ્લોટ ખાતે યોજાશે જ્યારે તા.૧૮મીને ગુરુવારના રોજ નવાપુરા વિસ્તારમાં આવેલી પાનમ પાટીદાર સમાજન્થ્ી વાડીમાં ષોડશીની વિધિ રાખવામાં આવી છે. આ દિવસે વાડીમાં ભજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ ભક્તો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.