• Gujarati News
  • Boliwood Singar Neha Kakkar Live In Concert At Vadodara

બોલિવૂડ સિંગર નેહા ક્ક્કરનો વડોદરામાં લાઈવ કોન્સર્ટ, બ્લુ પાનીએ સૌને ડોલાવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: બોલિવૂડ સિંગર નેહા ક્ક્કરની વિવિધ અદાઓ)
વડોદરા: સમા-સાવલી રોડ સ્થિત લિલેરિયા પાર્ટી પ્લોટ ખાતે બોલિવૂડ સિંગર નેહા કક્કરનો વડોદરામાં લાઈવ કોન્સર્ટ વડોદરામાં યોજાયો હતો. જેમાં વડોદરા શહેરના યુવા હૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. અને લંડન ઠુમકદા, સની સની...આજ બ્લુ હૈ પાની...પાની સોન્ગથી નેહાએ વડોદરાના લોકોને ડોલાવ્યા હતા.
વર્ષ 2006માં ટીવી રિયાલિટી શો ઇન્ડિયન આઇડલમાં ઝળકેલી નેહા કક્કરનો જન્મ 6 જૂન 1988ના રોજ ઉત્તરખંડ રાજ્યના પ્રખ્યાત યાત્રાધામ ઋષિકેશ ખાતે થયો હતો. 'ઇન્ડિયન આઇડલ-2'માં જ્યારે તે જોવા મળી ત્યારે તે દિલ્હીની ન્યૂ હોલી પબ્લિક સ્કૂલમાં 11માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નેહા કક્કર આજ બ્લુ હૈ પાની...પાની, ધતિંગ નાચ, લંડન ઠુમકદા, જાદુ કી ઝપ્પી, સહિતના સુપરહિટ ગીત ગાઇ ચૂકી છે.
બોલિવૂડ સિંગર નેહા ક્ક્કરનો વડોદરામાં લાઈવ કોન્સર્ટ, બ્લુ પાનીએ સૌને ડોલાવ્યા, વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ.
તસવીરો દિવ્યભાસ્કર ડોટ કોમના વાચક રાહુલ પટેલ મોકલેલ છે.