સંખેડા: હેરણ કાંઠે હોડી મુકાઇ પણ ચલાવનાર કોઇ જ નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - નદી પાર કરવા બોટ મુકાઈ)

- ચમરવાડાથી ઉતાવળી ગામે નદી ઓળંગતા વિદ્યાર્થીઓ માટે મુકવામાં આવેલી હોડી શોભારૂપ
-
માત્ર શાળાના જ નહીં પણ કોલેજના છાત્રોને પણ હાલાકી
સ્થાનીકોના મતે હોડી નહીં પણ પુલ જ એક માત્ર વિકલ્પ

સંખેડા: સંખેડા તાલુકાના ચમરવાડાથી તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામે વિદ્યાર્થીઓને જીવના જોખમે ભણવા જવા માટે હેરણ નદી ઓળંગતા હતાં. જોકે બાદમાં હરકતમાં આવેલા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે હોડી તો મુકવામાં આવી હતી. પરંતુ હોડી ચલાવનાર જ મુકવામાં ન આવતાં આ સુવિધા શોભાના ગાંઠિયા જેવી પુરવાર થઇ હતી. ચાલકના અભાવે આ સુવિધાનો તો કોઇ અર્થ જ નથી. હેરણ નદીમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે પાણી આવી ગયું હતું. જેથી વિદ્યાર્થીઓને કેડ સમા પાણીમાં ઉતરવું પડયું હતું. માત્ર શાળાના જ નહીં પણ કોલેજના વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. જોકે હાલમાં પણ આ વિસ્તારના વિદ્યાર્થીઓ સહીત રહીશો પુલની જ માગણી કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સંખેડા તાલુકાના ચમરવાડા સહિ‌ત આ વિસ્તારના આશરે ૧પ જેટલા ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામે ભણવા માટે જાય છે. માર્ગમા હેરણ નદી આવે છે. આ નદીમાં પાણી આવી જાય છે ત્યારે વિદ્યાર્થીઓને ફરજીયાત નદી તરીને સામા કિનારે કારેલી ગામે અને ત્યાથી ઉતાવળી ગામે ભણવા માટે જવું પડે છે . જોકે શાળાના જ નહીં પણ કોલેજમાં જવા માટે પણ કેટલાક વિદ્યાર્થીઓ નદી પાર કરીને જાય છે. હાલમાં તંત્ર દ્વારા આ વિસ્તારના વિદ્યાર્થીઓને નદી ઓળંગવાની પડતી મુકેલી દૂર કરવાના ભાગરૂપે હોડી મુકવામા આવી છે. પણ તંત્ર દ્વારા હોડી ચલાવનાર કોઇ માણસ મુક્યો નથી.

પરિણામે આ હોડી તંત્ર જ્યાં ઉતારી ગયું હતું ત્યાની ત્યાજ રહી હતી. કોઇ હોડી ચલાવનાર માણસ હાજર જ નહોતો. પરિણામે લાચાર વિદ્યાર્થીઓ શિક્ષણ ભુખ ભાંગવા માટે નદી કિનારે પહોંચ્યા હતાં. ત્યારે તાજેતરમાં પડેલા વરસાદને કારણે નદીમા પાણી આવી ગયેલું જોવા મળ્યું હતું. જેના કારણે આજે મંગળવારે વિદ્યાર્થીઓને ના છુટકે પોતાના કપડા ઉતારી હાથમાં દફતર ઉપાડીને નદીમા ઉતરવું પડયું હતું. કેટલાક વિદ્યાર્થીઓ અડધે સુધી ગયા બાદ સ્કૂલે જવાનું માંડી વાળી પરત આવતા રહ્યા હતાં. વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ હોડી નહીં પણ પુલ જોઇએ છે નો રાગ જ આ લાગ્યો હતો.

આગળ વાંચો શું કહે છે કલેક્ટર અને મામલદાર આ અંગે