વડોદરાના નિઝામપુરામાં ટોળકીએ પથ્થર મારી BMW-X3ના કાચ તોડયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- 10 દિવસ બાદ ટોળકીનું ફરી કારસ્તાન
- અજય કોલોનીમાં સ્વિફટ કારના પણ અજાણ્યા શખ્સોએ કાચ તોડી નાખ્યા


નિઝામપુરામાં કાચ તોડતી ટોળકીએ પોલીસની નિષ્ક્રિ‌યતાનો લાભ લઇ ફરી સક્રિયતા દાખવી છે. રવિવારે રાતે ટોળકીએ બીએમડબ્લ્યુ અને સ્વિફ્ટ કારના કાચ તોડી નાખ્યા હતા. ૧૦ દિવસ પૂર્વે અજાણ્યા શખ્સોએ ઓડી સહિ‌ત બે કારના કાચ તોડયા હતા.

નિઝામપુરામાં ધનલક્ષ્મી કોમ્પ્લેકસમાં રહેતા મહેશભાઇ કલ્યાણજી શાહે અજય કોલોનીના નાકા પર પોતાની સ્વિફટ કાર પાર્ક કરી હતી. રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ કોઇ સાધન વડે તેમની કારનો કાચ તોડી નાખ્યો હતો. સવારે તેઓ કાર પાસે જતાં કાચ તૂટયાની જાણ થઇ હતી.જયારે આનંદ હોસ્પિટલ પાસે સિદ્ધાર્થ સતીષચંદ્ર ત્રિવેદીની બીએમડબ્લ્યુ એક્સ-૩ કાર પાર્ક કરી હતી. આ કારને પણ અજાણ્યા શખ્સોએ નિશાન બનાવી હતી. જેમાં સાઇડનો અને પાછળનો કાચ પથ્થર મારી તોડી નાખ્યો હતો.