વડોદરામાં બીએમએ દ્વારા ખેતી પરિસંવાદ યોજાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
વડોદરા: બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા વાર્ષિક પરંપરા મુજબ બેંક ઓફ બરોડા અને અન્ય સહયોગી સંસ્થાઓના સહયોગથી ખેતી પરિસંવાદનું આયોજન 10મી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું છે. આ પરિસંવાદ હોટેલ ગેટવે (તાજ) અકોટા ખાતે કરવામાં આવશે. આ પરિસંવાદના અધ્યક્ષ તરીકે ગુજકોમાસોલના અધ્યક્ષ નટવરભાઇ પટેલ કરાવશે. કૃષિ ઉત્પાદન અને , માટી સુધારવા , બીજ અને ખાતરની ભૂમિકા વિષયક આ પરિસંવાદમાં ગુજરાત રાજ્યની જમીનની ફળદ્રુપતા, ખેત ઉત્પાદનમાં વૃદ્ધિમાં બિયારણની ભૂમિકા તેમજ ખેત ઉત્પાદન વૃદ્ધિ માટે ખાતરનો સપ્રમાણ ઉપયોગ જેવા માર્ગદર્શક પ્રવચનો પણ થશે.