ભાજપ પ્રમુખોની જાહેરાત ઘોંચમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આક્ષેપને કારણે પ્રમુખોના નામોની જાહેરાત મુલતવી રખાઇ હોવાની ચર્ચા
સંભવિત નામોની યાદીમાં એક જ જૂથને પ્રાધાન્ય અપાયાનો આક્ષેપ


ભાજપ દ્વારા હાથ ધરાયેલી સંગઠનની રચનાની કામગીરીના ભાગરૂપે આજે જિલ્લાના ૧૨ તાલુકાના ભાજપ પ્રમુખોની જાહેરાત થવાની હોઇ ભાજપ મોરચે ઉત્સુક્તા વ્યાપી હતી. પરંતુ આજે એક પણ તાલુકાની જાહેરાત કરાઇ નહોતી. જેથી પ્રમુખોના સંભવિત નામોની યાદીમાં એક જ જૂથને પ્રાધાન્ય અપાયું હોવાના આક્ષેપને કારણે પ્રમુખોના નામોની જાહેરાત મુલતવી રખાઇ હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

આજે વડોદરા જિલ્લાના તમામ ૧૨ તાલુકા મથકો ખાતે તાલુકા ભાજપ પ્રમુખોના નામની જાહેરાત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લી ઘડીએ પ્રમુખના નામોની જાહેરાતની પ્રક્રિયા મુલતવી રખાઇ હોવાની જાણકારી મળતાં આગેવાનો-કાર્યકરો નિરાશ થયા હતા. તાલુકા પ્રમુખના નામો કેમ જાહેર ન થયા? તે અંગે તરેહતરેહની ચર્ચાએ જોર પકડયું છે. જે પૈકી જિલ્લા ભાજપમાં ચાલતી જૂથબંધીને કારણે એક જ જૂથના નામો પેનલમાં મોકલવામાં આવ્યા હોવાની ફરિયાદને કારણે પ્રદેશ ભાજપે આજે ૧૨ તાલુકા પ્રમુખોની જાહેરાતનો કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો.

૬ સભ્યોને નોટિસ અપાશે

ભાજપ શાસિત વડોદરા જિલ્લા પંચાયતના ભાજપના ૨૨ સભ્યોએ ગત મહિ‌ને વિવિધ સમિતિઓમાંથી રાજીનામાં આપ્યા બાદ રાજીનામાં પત્રમાં થયેલી સહી સભ્યની છે કે નહીં તેની ખરાઇ કરવાની પ્રક્રિયા આજે બીજી વખત હાથ ધરાઇ હતી. જેમાં બાકી રહેલા ૧૨ પૈકી માત્ર ૬ સભ્યો હાજર રહેતાં હવે સહીંની ખરાઇ નહીં કરાવનારા બાકીના છ સભ્યોને ખુલાસો પૂછવા નોટિસ અપાશે તેમ જાણવા મળ્યું છે.