વડોદરામાં નવા શરૂ થયેલા બ્રિજ પર દેખાયું ભૂત? ફોટો બન્યો વાયરલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં આજકાલ એક કપલનો ફોટો વોટ્સ એપ પર ખૂબ જ શેર થઇ રહ્યો છે. શહેરના કપલ દ્વારા તાજેતરમાં નવા ઉદ્ધાટન થયેલા દાંડિયાબજારથી અકોટા વિસ્તારને જોડતા બ્રિજ પર ઉભા રહી એક સેલ્ફી લેવામાં આવ્યો હતો, જેમા એક યુવતીની પડછાયા જેવી ઝાંખી આકૃતિ દેખાઇ રહી છે. શહેરમાં આ ફોટો ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો દ્વારા સતત તેને શેર કરવામાં આવી રહ્યો છે અને તે ખાસ કરીને વોટ્સ એપ પર વાયરલ બન્યો છે. લોકો આ ફોટો વિશે કોમેન્ટ લખી રહ્યાં છે કે શહેરના નવા નજરાણા સમાન આ બ્રિજ પર ફોટોમાં ભૂત દેખાઇ રહ્યું છે.
શહેરના કેટલાક લોકો આ ફોટો જોઈને રાત્રે બ્રીજ પરથી પસાર થવા દરમિયાન ડરની લાગણી અનુભવી રહ્યાં છે તો કેટલાક લોકોનું કહેવું છે કે આ ફોટોમાત્ર ફોટોશોપ કે કોઈ સોફ્ટવેરની મદદથી મોર્ફ કરવામાં આવ્યો છે.
કપલના સેલ્ફીમાં કેવી રીતે આવ્યું ભૂત? શા માટે વડોદરાના નવા બ્રિજ પર ભૂત હોવાની વાત ફેલાવાઇ રહી છે? કઇ ટેકનોલોજી આ ફોટો પાછળ કામ કરી રહી છે? જાણવા ફોટો બદલતા જાવ.