તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિનિયર સિટિઝન્સે ફાસ્ટ વૉક કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાસ્ટવોકમાં ભાગ લઈ રહેલા સિનિયર સિટીઝન્સ)

-ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસો. દ્વારા સિનિયર સિટિઝન્સ માટે ફાસ્ટ વૉક સ્પર્ધા યોજાઇ હતી, જેમાં 90 વૃદ્ધો સ્ફૂર્તિથી ચાલ્યાં હતા.

વડોદરા: ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસો. દ્વારા સિનિયર સિટિઝન્સ ડેની ઉજવણી અંતર્ગત સવારે લાલબાગ ખાતે ફાસ્ટ વૉક કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું. જેમાં 90 સિનિયર સિટિઝન્સ એથ્લીટ્સે ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનમાં 60-70, 70-80, 80 પ્લસ અને 90 પ્લસ એજ કેટેગરી રખાઈ હતી. સિનિયર સિટિઝન્સ દ્વારા જોશભેર ભાગ લઇને પોતાની વયની મર્યાદાને પણ હંફાવી દીધી હતી. આ કોમ્પિટિશન 1 કિમીથી માંડીને 5 કિમીના અંતર માટે યોજાઇ હતી. પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યૂશન સમારંભ હિન્દુ વિજય જિમખાનામાં યોજાયો હતો.

આ છે કોમ્પિટિશનનાં ફાસ્ટેસ્ટ્ વિનર્સ

90 પ્લસ મેન્સ

ચીમનલાલ ખારવા, એજ-90
એચિવમેન્ટ્સ - નેશનલ એથ્લેટિક્સ મીટમાં વૉક, રનિંગમાં કુલ 30 જેટલા મેડલ્સ.

90 પ્લસ - વિમેન વિનર
દરરોજ 2 કિમીની વૉક
હું રોજ સવાર-સાંજે 2 કિમી વૉકિંગ કરૂ છું. આજે 8 મિનિટમાં 1 કિમી ચાલી હતી.

80 પ્લસ મેન્સ

મોરેશ્વર જોષી
એજ - 83

વૉકિંગ સાથે રનિંગ પણ કરું છું
રોજ નું 2.5થી 3 કિમી રનિંગ કરું છું. આ માટે ઉત્સાહ જરૂરી છે જે આ શિડ્યુઅલને શક્ય બનાવે છે.

80 પ્લસ વિમેન

વિલાસ મોદી
એજ-82 વર્ષ

દરરોજ 2 કિમી વૉકિંગ
બે કિમી આસાનીથી ચાલી શકી હતી. સમયની કાળજી રાખી ન હતી. રોજનું 2-3 કિમી રેગ્યૂલર વોકિંગ કરું છું.