બેસ્ટ ઓફ લક ટુ ૯૨,૭૬૩, ધો.૧૦-૧૨ના પરીક્ષાર્થીઓની કસોટી આજથી શરૂ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ખંડમાં પ્રવેશતાં પહેલાં વિદ્યાર્થીઓએ બૂટ-મોજાં ખંડની બહાર કાઢવાનાં રહેશે
-સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો ની વીડિયોગ્રાફી પણ કરાશે
-આખા વર્ષની તૈયારી બાદ બોર્ડની બેટલ લડવા તૈયાર થયેલા ધો.૧૦-૧૨ના પરીક્ષાર્થીઓની કસોટી આજથી શરૂ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ના પ ઝોનનાં કુલ ૧૬૪ પરીક્ષા કેન્દ્રો પરથી ૬૨,૨૯પ વિદ્યાર્થીઓ તથા ધો.૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં પાંચ ઝોનનાં ૧૨૩ પરીક્ષા કેન્દ્રો પરથી૩૦૪૬૮ વિદ્યાર્થીઓ મળીને કુલ ૯૨,૭૬૩ વિદ્યાર્થીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા આપશે. જ્યારે સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિઓ ન થાય તે માટ સીસીટીવી-ટેબ્લેટ દ્વારા ચાંપતી નજર રખાશે.૧૩મીથી શરૂ થતી બોર્ડ પરીક્ષામાં ધો.૧૦માં રાવપુરા, કારેલીબાગ, મકરપુરા, ડભોઇ અને ગોત્રી એમ પ ઝોનનાં પ૨ કેન્દ્રોનાં ૧૯૪ બિલ્ડિંગ પરથી ૬૨૨૯પ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સયાજીગંજ, માંડવી અને ડભોઇ એમ ત્રણ ઝોનનાં ૮૬ પરીક્ષા કેન્દ્રો પરથી ૨૩૧૨૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-૪ના સયાજીગંજ અને માંડવી એમ બે ઝોનનાં ૩૭ પરીક્ષા કેન્દ્રો પરથી ૭૩૩૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિ અટકાવવા પરીક્ષા કેન્દ્રોની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધો.૧૦માં પાંચ પરીક્ષા કેન્દ્રો અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ત્રણ પરીક્ષા કેન્દ્રોને અંતિસંવેદનશીલ જાહેર કરીને ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વીડિયોગ્રાફીની સાથે સાથે ટેબ્લેટ મૂકીને સતત વોચ રાખવામાં આવશે.

બોર્ડ પરીક્ષા અંગે ડીઇઓ નવનીત મહેતાએ જણાવ્યું હતું કે, શહેર-જિલ્લાની ૨૮ શાળાઓમાં સીસીટીવી કેમેરા તથા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની ૧૦ શાળાઓ પર ટેબ્લેટ મૂકીને કેન્દ્રો પર વિશેષ નજર રખાશે.જે શાળાઓમાં સીસીટીવી કેમેરા છે, પરંતુ રેકોર્ડિંગની વ્યવસ્થા નથી તેવી ૧પથી વધુ શાળાઓ પર ઓબ્ઝર્વર મૂકવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓને બૂટ-મોજાં ખંડની બહાર કાઢવાનાં રહેશે. સુપરવાઇઝર-ખંડ નિરીક્ષક પણ મોબાઇલ ફોન લઇ નહીં જશે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...