વડોદરા: બેડમિન્ટનની સ્ટેટ ટીમમાં સિટીના 2 પ્લેયર્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: બે બેડમિન્ટન પ્લેયર્સ વૈભવ પરીખ અને કરણ ચૌહાણની અંડર-19 ટીમમાં સિલેકશન કરવામાં આવ્યું છે. બંને પ્લેયર્સ ગુજરાતનું નેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરશે. વડોદરા બેડમિન્ટન એસોસિયેશનના બંને પ્લેયર્સ વડોદરામાં કોચિંગ લઇ રહ્યાં છે.
પોતાના સિલેકશન વિશે વાત કરતાં વૈભવ પરીખે જણાવ્યું કે, 'આ અમારા માટે ખૂબ ખુશીની વાત છે. કારણ કે સિલેકશન સતત સારા દેખાવને કારણે શક્ય બન્યું હતું.' વૈભવ પરીખ હાલમાં એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ફર્સ્ટ ઇયરમાં સ્ટડી કરે છે. તેણે રાજ્ય કક્ષાની ડબલ્સ ટુર્નામેન્ટમાં મેચીસ જીતી છે.
જ્યારે કરણ ચૌહાણ બરોડા હાઇસ્કૂલ ઓએનજીસીમાં ધો.12નો સ્ટુડન્ટ છે. તેણે ગત વર્ષે નેશનલ સ્કૂલ ગેમ્સમાં અંડર19 કેટગરીમાં અને વેસ્ટઝોન નેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટની ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે પોતાના સિલેકશન વિશે જણાવ્યું કે, 'વડોદરામાં છેલ્લાં કેટલાક વર્ષોથી જે કોચિંગ મળી રહ્યું છે અને બેડમિન્ટનની ગેમ માટે જે વાતાવરણ તૈયાર થયું છે. તેના કારણે શક્ય બન્યું છે. સારું કોચિંગ મળવાથી પ્લેયર્સનો ઉત્સાહ પણ વધે છે અેવું હું માનું છું.' આમ, ક્રિકેટ બાદ હવે અન્ય ગેમ્સમાં પણ વડોદરાના પ્લેયર્સ કાઠુ કાઢી રહ્યાં છે.