• Gujarati News
  • Beating To Medical Student For Status Update In Facebook

તબિબ વિદ્યાર્થીને ફેસબુક પર લાગણી વ્યક્ત કરવી ભારે પડી, વડોદરાનો કિસ્સો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તબિબ વિદ્યાર્થીને ફેસબુક પર સ્ટેટસ અપડેટ માટે માર માર્યો
- પોતાની વાણી સ્વાતંત્રતાનુ હનન થતુ હોવાની લાગણી વ્યકત કરવું ભારે પડયું
- ચાર તબીબી વિદ્યાર્થી‍ઓએ મેડિકલ હોસ્ટેલમાં આવીને માર માર્યો હોવાનો આક્ષેપ: રાવપુરામાં ફરિયાદ


સોસિયલ નેટવર્ક સાઇટ ફેસબુક ઉપર વાણી સ્વાતંત્રતાને પ્રદર્શિ‌ત કરવામાં આવે છે ત્યારે ફેસબુક ઉપર પોતાની વાણી સ્વાતંત્રતાનુ હનન થતુ હોવાની લાગણી વ્યકત કરનાર ઇન્ટર્ની તબીબને સાથી વિદ્યાર્થીઓનો માર ખાવાનો વારો આવ્યો હતો. આ મામલે મેડિકલ હોસ્ટેલમાં સાથી વિદ્યાર્થી‍ઓ દ્વારા મારનો ભોગ બનનાર વિદ્યાર્થીએ રાવપુરા પોલીસ મથકે અરજી આપીને એનસી ફરિયાદ આપી હતી.

બરોડા મેડિકલ કોલેજના ઇન્ટર્ની તબીબ અરૂણ મહેશ તિવારીએ ફેસબુક ઉપર પોતાની વાણીસ્વાંત્રયતાનુ હનન થઇ રહ્યુ છે તેવુ સ્ટેટસ મૂકયુ હતુ. સોશિયલ નેટવર્ક સાઇટ ફેસબુક ઉપર આવુ સ્ટેટસ મૂકનારા અરૂણ તિવારી મેડિકલ હોસ્ટેલમાં રહે છે. કોઠી રોડ ઉપર આવેલી મેડિકલ હોસ્ટેલમાં રહેતા અરૂણ તિવારીએ ફેસબુક ઉપર મૂકેલા સ્ટેટસને જોઇને જુનિયર ડોકટર્સ એસોસિએશનના પ્રમુખ ડો.કંદર્પ, ડો.વિરલ, ડો.શ્રેયસ સહિ‌ત ચાર લોકો તેને મળવા માટે હોસ્ટેલમાં ગયા હતા.

જયાં, આજે સાંજે આ ચાર તબીબી વિદ્યાર્થીએ અરૂણને ફેસબુક ઉપર આવુ સ્ટેટસ કેમ મૂકયુ તેવો સવાલ કરતાં બંને વચ્ચે જીભાજોડી થઇ હતી. એટલુ જ નહીં, આ ચારેય તબીબી વિદ્યાર્થીઓએ 'તને એવુ તે શુ થયુ કે તારી વાણી સ્વાત્રંતતા ખતરામાં મૂકાઇ તેવુ લખવાની જરૂર પડી તેવો સીધો સવાલ કર્યો હતો. જોકે, આ ચારેય તબીબી વિદ્યાર્થીઓએ અરૂણ તિવારીને મેડિકલ હોસ્ટેલની રૂમમાં જ માર મારતા મામલો પોલીસ સ્ટેશન સુધી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં હોસ્ટેલ અને કોલેજના અન્ય વિદ્યાર્થીઓ ત્યાં દોડી આવ્યા હતા. એક તબક્કે, આ ઘટનામાં અરૂણ તિવારીએ કાયદેસરની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા હતા પણ સમજાવટના અંતે તેણે માત્ર એનસી ફરિયાદ કરી હતી. આ મામલે, રાવપુરા પોલીસ મથકના પીઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, મેડિકલ હોસ્ટેલમાં ફેસબુકના સ્ટેટસના મુદ્દે વિવાદ થયો હતો પણ એફઆઇઆર નોંધવામાં આવી નથી.

શું કહે છે ડીન અને હવે શું થશે? વાંચવા તસવીરો બદલો....