બીબીએની પ્રવેશ પરીક્ષામાં હોબાળો, છેલ્લી ઘડીએ સાયબર કાફેમાં ધસારો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઓનલાઇન એડમિશનઃ ૧૦૦ પરીક્ષાર્થી‍ઓ પાસે એડમિશન કાર્ડ ન હોવાથી છેલ્લી ઘડીએ સાયબર કાફેમાં ધસારો
-વિધાર્થીઓના હોબાળા બાદ કોમર્સ ફેકલ્ટી ખાતે પ્રિન્ટ કાઢી આપવાની સગવડ અપાઇ


મ.સ.યુનિ.ના બીબીએ પ્રોગ્રામના પ્રથમ વર્ષની ૧૮૦ બેઠક માટે મંગળવારે યોજાયેલી પ્રવેશ પરીક્ષા પૂર્વે એડમિશન કાર્ડનો હોબાળો થતાં વિદ્યાર્થીઓ અટવાઇ પડ્યા હતા. મ.સ.યુનિ.ની બીબીએની ૧૮૦ બેઠક માટે ઓનલાઇન પ્રવેશપ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.જેમાં ૭૪૨ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી.

આ વિદ્યાર્થીઓમાં ૧૪૦ પરીક્ષાર્થીઓ રાજ્યના અન્ય જિલ્લાના હતા. તેમાંયે એકલા સુરતથી જ ૩૦થી વધુ પરીક્ષાર્થી‍ઓ હતા. જ્યારે, જયપુર, ગુડગાંવ, દિલ્હી, પુના, મુંબઇ, છત્તીસગઢ, પ‌શ્ચિ‌મ બંગાળથી પણ ૨પ દાવેદારો પરીક્ષા આપવા માટે વડોદરા આવ્યા હતા આ પરીક્ષાર્થીઓને ઇમેઇલ પાઠવીને એડમિશન કાર્ડ(હોલ ટિકિટ)ની પ્રિન્ટ કાઢી લેવાની સૂચના અપાઇ હતી પરંતુ આ બાબતે ગેરસમજ થતાં મંગળવારે ર્કોમસ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે હોલ ટિકિટના અભાવે પરીક્ષાર્થીઓ અટવાઇ પડ્યા હતા.

પરીક્ષાના ગણતરીના કલાકો પહેલા જ હોબાળો થતાં આખરે પરિવાર સાથે આવેલા પરીક્ષાર્થીઓ નજીકના સાયબર કાફેમાં દોડી ગયા હતા. જો કે, કોમર્સ ફેકલ્ટી ખાતે દસ કમ્પ્યુટર મૂકાવીને આવા વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા અને તેમને પરીક્ષામાં બેસવા દીધાં હતાં.ર્કોમસ ફેકલ્ટી ડીન પ્રા.પરિમલ વ્યાસે પરીક્ષાર્થીઓને કોઇપણ જાતની હાલાકી પડી નહીં હોવાનો દાવો કર્યો હતો.

- હવે પરિણામ ક્યારે?

બીબીએની ૧૮૦ બેઠક માટે ૭૪૨ દાવેદારોએ દાવેદારીનોંધાવી છે. આ વિદ્યાર્થીઓની લેવાયેલી પ્રવેશ કસોટીનું પરિણામ તા.૨૦મીએ જાહેર કરવામાં આવશે અને તે બીબીએનાં નોટિસ બોર્ડ ઉપર અને યુનિવર્સિ‌ટીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. આ પરિણામ બાદ તા.૨પ થી ૨૮ દરમિયાન પ૪૦ સફળ દાવેદારોને ગ્રૂપ ડીસ્કશન-પર્સનલ ઇન્ટવ્ર્યુ માટે બોલાવવામાં આવશે અને તેમની છણાવટ બાદ સફળ ૧૮૦ વિદ્યાર્થીઓની યાદી તા.૩૧મીએ જાહેર કરી દેવામાં આવશે.