તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નસવાડી પોલીસ સ્ટેશનમાં બરોલીની મહિલાઓના ધામા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(નસવાડી પોલીસ મથકમાં બરોલીની મહિલાઓ ધસી આવી પોતાના પતિ અને પુત્રોની ભાળ મેળવવા માટે ધામા નાખ્યા હતા.)

નસવાડી: નસવાડી તાલુકાના બરોલી વસાહતના 14 વ્યક્તિઓ દ્વારા નર્મદાની મેઇન કેનાલમાં કુદી જળ સમાધી લેવા જતાં પોલીસે ધરપકડ કરી લીધી હતી. તમામ 14 વ્યક્તિઓની ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજૂ કરી દીધા હતાં.પરંતુ તેઓને જયુ. કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતાં. આ બાબતની જાણ બરોલી વસાહતની મહિલાઓને થતા તેઓ દ્વારા મોડી રાત્રે નસવાડી પોલીસ સ્ટેશનમાં 19 જેટલી મહિલાઓ આવી ગઇ હતી. ને અમારા પતિ અને અમારા છોકરા ક્યા છે અમને તેમને મળવું છે. જેવા સવાલોથી પોલીસ સ્ટેશન ગજવી દીધું હતું.
આ બાબતની જાણ નસવાડી પી.એસ.આઇ ભાવિક શાહને થતા તેઓ તાબડતોબ નસવાડી પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતાં. અને જિલ્લામાં આ બાબતની જાણ કરી હતી. નસવાડી પોલીસ સ્ટેશનમાં એક જ મહિલા કોન્સ્ટેબલ હોવાથી બીજા જિલ્લામાંથી મહિલા કોન્સ્ટેબલને બોલાવી હતી. બોડેલી સી.પી.આઇ પણ રાત્રીના સમયે નસવાડી દોડી આવ્યા હતાં. પોલીસ દ્વારા આખી રાત સમજાવતા આખરે આ મહિલાઓ બીજા દિવસે 12 વાગે ઘરે ગઇ હતી.

કેનાલમાં ઝંપલાવનાર તમામ 14 જામીન મુકત
બરોલી વસાહતમાં 14 યુવાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. નર્મદા અસર ગ્રસ્તોના યુવાનોને અડધો કલાક ઉપરાંત સમય સુધી સમજાવટ કરીને નર્મદા નિગમના જોઇન્ટ સેક્રેટરીને બોલાવીને આ નર્મદા અસર ગ્રસ્તોના પ્રશ્નોને સમજાવા જણાવ્યું હતુ. જ્યારે આ 14 યુવાનોને સંખેડા કોર્ટમાં જામીન આપ્યા બાદ નસવાડી પોલીસે તમામની 151 હેઠળ ધરપકડ કરી હતી. જયારે તમામને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાતાં જામીન મુકત કર્યા હતાં.