• Gujarati News
  • Baroda Professor Invited For Lecture In Lahore University

પ્રો. ભાવના મહેતાને લાહોરની યુનિ.માં વિઝીટિંગ લેકચરરનું આમંત્રણ મળ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિ‌ટીની સોશ્યલ વર્ક ફેકલ્ટીના પ્રો. ભાવના મહેતા ૨૮મીએ લાહોરની યુનિવર્સિ‌ટી ઓફ પંજાબના બિહેવીરીયલ એન્ડ સોશ્યલ સાયન્સ ડિપાર્ટમેન્ટ તરફથી વિઝીટીંગ લેકચરર તરીકે આમંત્રણ મળ્યું છે. તેઓ ૨૦ દિવસ માટે પાકિસ્તાન જશે અને ત્યાં સોશ્યલ સાયન્સ ડિપાર્ટમેન્ટના સોશ્યલ ઓફિસરોને કમ્યુનિકેશન સ્ક્રીલ અને કાઉન્સેલીંગની તાલીમ આપશે.

પાકિસ્તાનના લાહોરની યુનિ. ઓફ પંજાબ તરફથી વિઝીટીંગ લેકચરર તરીક આમંત્રણ મળ્યાં બાદ સોશ્યલ વર્ક ફેકલ્ટીના પ્રો. ભાવના મહેતાએ જણાવ્યું હતું કે, સોશ્યલ વર્ક ફેકલ્ટીમાં ગત વર્ષે યોજાયેલા ઇન્ટરનેશનલ કાર્યક્રમમાં પાકિસ્તાનમાંથી એક પ્રોફેસર ભાગ લેવા આવવાના હતા. જોકે વીઝા સહિ‌તના અન્ય પ્રશ્નોને લઇને તેઓ સમયસર કાર્યક્રમમાં ભાગ લેવા આવી શકયા નહોતા. પ્રોફેસરની જ યુનિ. ઓફ પંજાબના બિહેવીરીયલ એન્ડ સોશ્યલ સાયન્સ ડિપાર્ટમેન્ટ તરફથી જ મારી પસંદગી કરીને મને વિઝીટીંગ લેકચરર તરીકે આમંત્રણ પાઠવ્યું છે. ૨૦ દિવસની મુલાકાતમાં પાકિસ્તાનના સમાજ સેવા સાથે સંકળાયેલા અધિકારીઓ તતા ત્યાં પીએચડી અને એમ.ફીલના વિદ્યાર્થીઓ સાથે બહેનોના પ્રશ્નો, ર્કોપોરેટ સોશ્યલ રીસ્પોન્સબીલીટી વિષય પર વાર્તાલાપ થશે. આઉપરાંત સોશ્યલ ઓફિસરોને તાલીમ અપાશે.