ખેલમહાકુંભમાં બરોડા હાઇસ્કૂલ ઓએનજીસીને 36 મેડલ્સ મળ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: તાજેતરમાં યોજાયેલી ખેલમહાકુંભ ખેલસ્પર્ધાઓમાં વડોદરાએ બીજુ સ્થાન મેળવ્યું છે. સાથે જ શહેરની બરોડા હાઇસ્કૂલ, ઓએનજીસીના સ્ટુડન્ટ્સે 36 વિવિધ મેડલ્સ જીત્યાં છે. જેમાં હોકી, સ્કેટિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, એથ્લેટિક્સ, ફૂટબોલ અને જુડોનો સમાવેશ થાય છે.
આ વિશે બરોડા હાઇસ્કૂલ ઓએનજીસીના પ્રિન્સિપાલ અલ્પના માથુરે જણાવ્યું કે, સ્કૂલના પ્લેયર્સને 14 ગોલ્ડ, 14 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ્સ મળ્યાં છે તે શાળા માટે ખૂબ જ ગર્વની બાબત છે.’