વડોદરાના ૧૦૮ વર્ષ પહેલાંનો ઉજળો ઈતિહાસ, શાકમાર્કેટમાંથી બન્યુ ન્યાયમંદિર

ઇમારતની ભવ્યતા જોઈને મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેનો ઉપયોગ ન્યાયમંદિર તરીકે કર્યો

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Dec 30, 2013, 01:19 AM
Baroda 108 years earlier history about market

વડોદરામાં ૧૦૮ વર્ષ પહેલાં વેલ પ્લાન્ડ શાકમાર્કેટ બન્યું હતું
-વક્તા રાજેન્દ્ર શાહે 'વડોદરાની વણકહી વાતો’ વિશેનું વ્યાખ્યાન રજૂ કર્યું
-શાકમાર્કેટ બનાવવા માટેની ઇમારતની ભવ્યતા જોઈને મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેનો ઉપયોગ ન્યાયમંદિર તરીકે કર્યો હતો

આજથી ૧૨૮ વર્ષ પહેલાં ૧૮૮પમાં આજવા ડેમનું ખાતમુહૂર્ત અને પૂજન વિધિ મહારાજા સયાજીરાવ ગાયકવાડના હસ્તે થયા હતા તે જગ્યા લહેરીપુરા ગેટની સામે હતી. આ એ જગ્યા છે જ્યાં એક શાકમાર્કેટ બનાવવા માટેની ઇમારત તૈયાર કરવામાં આવી પણ નિર્માણ બાદ તેની ભવ્યતા જોઈને તત્કાલીન મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેનો ઉપયોગ ન્યાયમંદિર તરીકે કર્યો હતો. આવા વડોદરા સાથે સંકળાયેલા કેટલાક રોમાંચક કિસ્સાઓ વકતા રાજેન્દ્ર શાહે આર વી દેસાઈ રોડ સ્થિત ગોયાગેટ સોસાયટીમાં આવેલા આર વી શાહ કમ્યૂનિટી સેન્ટર ખાતે યોજાયેલા એક વ્યાખ્યાન 'વડોદરાની વણકહી વાતો’માં જણાવ્યા હતા.

તેમણે ખંડેરાવ શાકમાર્કેટ વિશે જણાવ્યું હતું કે, ૧૯૦પ-૦૬માં નિર્માણ પામેલું આ હિ‌ન્દુસ્તાનનું પહેલું શાકમાર્કેટ હતું જે પ્લાન્ડ વેજિટેબલ માર્કેટ કહી શકાય. કારણ કે આ માર્કેટમાં આવનજાવન માટે ચાર મોટા દરવાજા, વચ્ચે એક મોટું સર્કલ અને ચાર નાનાં સર્કલ પણ રાખવામાં આવ્યાં. તે સમયે આ માર્કેટમાં રેડિમેઈડ કપડાંની દુકાનો પણ હતી. ત્યારે પણ કરિયાણું, માટલાં, કોડિયાં જેવી ચીજો, ફૂલો, પૂજાપાનો સામાન વગેરે મળતાં હતાં.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...

Baroda 108 years earlier history about market

૧૮૯૦માં લક્ષ્મીવિલાસ પેલેસમાં ઇન્ટરનલ કમ્યૂનિકેશન માટેનું ટેલિફોન એક્સચેન્જ તૈયાર કરવામાં આવ્યું હતું. શહેરમાં હાલના પાંચ ગેટ ઉપરાંત ગોયાગેટ, હાથિયાખાડ દરવાજો અને બાવામાનપુરાનો દરવાજો એમ ત્રણ દરવાજા હતા. પ્રતાપનગર રેલવે સ્ટેશનનું નામ ત્યારે ગોયાગેટ રેલવે સ્ટેશન હતું. ગુજરાતી ભાષામાં ગોયું એટલે નાનું તળાવ. તેથી ગોયાગેટ ત્યારે નાના તળાવ પાસે હશે. જોકે અત્યારે આ ત્રણ ગેટ ક્યાં આવ્યા હતા તેનો ઉલ્લેખ નથી.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...

Baroda 108 years earlier history about market

હરિ અને ભક્તિ કોણ હતા?

૧૮મી સદીના છેલ્લા દાયકા દરમિયાન વડોદરામાં બે ભાઈઓ હરિ અને ભક્તિની પેઢી ચાલતી હતી. આ પેઢીની એક શાખા પૂણેમાં પણ હતી. ત્યારે મરાઠી સરદાર નાના ફડણવીસે આરબો પાસેથી નાણાં લીધાં હતાં પણ નાણાં ચૂકવે એ અગાઉ જ નાનાનું મોત થતાં આરબોએ પહેલાં નાણાં ચૂકવો પછી જ મૃતદેહ આપીશું એવી જીદ પકડી હતી. ત્યારે આરબોને બાકી રૂપિયાની હરિભક્તિની પ્રોમિસરી નોટ આપવામાં આવી ત્યારે આરબો માની ગયા હતા.

X
Baroda 108 years earlier history about market
Baroda 108 years earlier history about market
Baroda 108 years earlier history about market
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App