• Gujarati News
  • Baba Ramdev Granted Permission For Shivir In Vadodara

બાબ રામદેવની શિબિરને વડોદરામાં મંજૂરી મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વામી રામદેવજી મહારાજના સાંનિધ્યમાં યોગ દીક્ષા તેમજ રાષ્ટ્રનિર્માણ સભાની એક દિવસીય શિબિરનું આવતીકાલે શનિવારે શહેરના નવલખી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આચારસંહિ‌તાના નિયમ હેઠળ શહેર પોલીસ કમિશનર દ્વારા પરવાનગીની માગણી રદ કરવામાં આવી હતી.શહેર પોલીસ કમિશનરના નિર્ણયને ભારત સ્વાભિમાન દ્વારા હાઈર્કોટમાં પડકારવામાં આવ્યું હતું. હાઈર્કોટમાં આજે આ કેસ ચાલી જતાં ભારત સ્વાભિમાન દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને દલીલો સ્વીકારી એક દિવસીય યોગશિબિરનું આયોજન કરવા પરવાનગી આપી હતી. જોકે આ શિબિર મારફતે કોઈ રાજકીય પ્રચાર નહીં કરવો તેવી હાઈર્કોટ દ્વારા શરત ટાંકવામાં આવી હતી.