પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં હુમલો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોલોનીમાં ફરતા બે યુવકોને પકડીને પોલીસને સોંપી દેવાયા
પુત્રી પાછળ આંટાં ફેરા કરતા યુવક સામે અરજી આપતાં હુમલો કર્યો

પુત્રી પાછળ ફરતા યુવક સામે અરજી કરવા આવેલા આધેડ પર માંજલપુર પોલીસ મથકમાં બે મહિ‌લા સહિ‌ત પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી પાંચની ધરપકડ કરી હતી. અગાઉ જે પી રોડ પોલીસ મથકમાં પણ હુમલાનો બનાવ બન્યા બાદ હવે માંજલપુર પોલીસ મથકના કંપાઉન્ડમાં આધેડ પર હુમલો કરતા ચકચાર મચી છે. આવા બનાવોને પગલે પોલીસની ધામ ગુનેગારો પર કે ખોટુ કરનાર પર રહી ન હોવાનું ચિત્ર ઉપસી રહયું છે.

બનાવ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિ‌તી અનુસાર મકરપુરા જીઆઇડીસી કોલોનીમાં રહેતા રામાશંકર રાજારામ શર્મા ડ્રાઇવિંગ કરે છે. તેમની પુત્રીને મળવા માટે લખવીરસિંગ હરમોહનસિંગ માંજુ ઘરની આસપાસ ગઇ કાલે બપોરે આંટાફેરા કરતો હતો.

કોલોનીના રહીશોને જાણ થતાં લખવીર અને તેની સાથે આવેલા અમરસિંગ સિંધુને પકડીને માંજલપુર પોલીસને હવાલે કરાયા હતા. આખો મામલો પોલીસ મથકે પહોંચ્યા બાદ રામાશંકર આ અંગે અરજી લખાવી રહ્યા હતા.
ત્યારે લખવીરના પિતા હરમોહનસિંગ, જશપ્રીતકૌર માંજુ અને અમનદીપ કૌરે પણ ત્યાં દોડી આવ્યા હતા. તેમને આ બાબતે રામાશંકર સાથે તકરાર કરી હુમલો કરી માર માર્યો હતો. આ તકારમાં બનેવીને રામાશંકરનો સાળો રાજકુમાર વચ્ચે પડતાં તેને પણ માર માર્યો હતો. પોલીસે હળવો લાઠીચાર્જ કરી હુમલાખોરોને જેર કર્યા હતા. મકરપુરા પોલીસે આ અંગે ગુનો નોંધી પાંચેયની ધરપકડ કરી હતી.