ભરતીમાં વડોદરા, ભરૂચ, આણંદ DSPના બોગસ સીલનો ઉપયોગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-કરજણ ટોલનાકા પર કોન્ટ્રાક્ટના કર્મચારીઓની ભરતીમાં કૌભાંડનો ઘટસ્ફોટ
-કરજણ એલએન્ડટી ટોલનાકા પર કોન્ટ્રાક્ટના કર્મી‍ઓની ભરતી થવાની હતી
-પોલીસ વેરિફિકેશન સર્ટિ‌.માં ત્રણ જિલ્લાના ડીએસપીના બોગસ સીલનો ઉપયોગ થયો

કરજણ એલએન્ડટી ટોલનાકા પર કોન્ટ્રાક્ટના કર્મચારીઓની ભરતીના પોલીસ વેરીફીકેશન સર્ટિ‌ફિકેટમાં વડોદરા, ભરૂચ અને આણંદના ડીએસપીના બોગસ શીલનો ઉપયોગ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.જેની તપાસમાં ૮પ કર્મચારીઓમાં બોગસ પ્રમાણપત્રનો ઉપયોગ થયો હોઈ પોલીસે સર્ટિ‌ફિકેટ રજૂ કરનાર સિક્યોર ટ્રસ્ટ સોલ્યુશનના સંચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રિય માહિ‌તી મુજબ, નેશનલ હાઇવે નં. ૮ પર કરજણ નજીકના ટોલનાકા પર ટોલ કલેકશનની કામગીરી એલએન્ડટીના કોન્ટ્રાક્ટરના ૧૦૦ થી વધુ કર્મચારી સંભાળે છે. કર્મચારીઓની ભરતી માટે એલએન્ડટીએ ટીમલીઝ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ટીમલીઝ દ્ધારા ભરતી પામનાર કર્મચારીઓના પોલીસ વેરિફીકેશન કરવામાં આવે છે અને કર્મચારીઓના પગાર પણ આ જ કંપની કરે છે.

પોલીસ વેરીફીકેશનના સર્ટિ‌ફિકેટમાં પોલીસ અધિકારીના બનાવટી સિક્કાનો ઉપયોગ કર્યો હોવાની બાતમી જિલ્લા પોલીસ વડા સંદિપસિંહને મળતાં તેમણે એસઓજી પીઆઇ ભોજાણીને તપાસની સૂચના આપી હતી. એસઓજીની ટીમે ટોલનાકા પર મેનેજર સુકેતુ જશુભાઇ પટેલને મળીને ભરતી થયેલા કર્મચારીઓના વેરીફીકેશન સર્ટિ‌ફિકેટની ચકાસણી કરતાં ૮પ કર્મચારીઓના સર્ટિ‌ફિકેટમાં જિલ્લાના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસના બનાવાટી શીલ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જે પૈકી ૭૯માં વડોદરા ડીએસપી, પ કર્મચારીમાં ભરૂચ જિલ્લાપોલીસ વડા અને ૧ કર્મચારીમાં આણંદ ડીએસપીનો બનાવટી
શીલ હતો.

પ્રમાણપત્રના પ્રાથમિક નિરીક્ષણમાં જ સંખ્યાબંધ ક્ષતિઓ આંખે ઉડીને આવી હતી. મેનેજર સુકેતુ પટેલને પોલીસે પૂછતા પ્રથમ આ કામ ટીમલીઝ કંપનીને સોંપ્યું હતું. ટીમલીઝે આ કામ પારસનાથ સર્વિ‌સિસ એજન્સીને સોંપેલ અને તેમણે કામ ડોક વેરીફાયરને સોંપ્યું હતું. આ કામ સિક્યોર ટ્રસ્ટ સોલ્યુસન મુંબઇના ચંદન જયસ્વાલને આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. બનાવટી શીલનો સાચા તરીકે ઉપયોગ કરનાર સિક્યોર ટ્રસ્ટના ચંદન જયસ્વાલ સામે એસઓજીના કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી તેની સઘન તપાસ શરૂ કરી છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...