પરીક્ષામાં ગેરરીતિ કરી ન હોવા છતાં એમકોમની વિદ્યાર્થિનીને નોટિસ!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હોસ્ટેલ વિવાદ બાદ મ.સ.યુનિ. સત્તાધિશોની લાલિયાવાડીનો વધુ એક બનાવ ઇન્ડસ્ટ્રિયલ રીલેશન એન્ડ લેબર લેજીસ્ટ્રેશનના પ્રશ્નપત્રના સંદર્ભે હાજર થવાનું ફરમાન એમ.એસ.યુનિવર્સિટીની માર્ચ માસમાં યોજાયેલી એમ.કોમ ફાઇનલની પરીક્ષામાં ગેરરીતી આચરી ન હોવા છતાં પણ યુનિ.ના પરીક્ષા વિભાગે કોમર્સ ફેકલ્ટીમાં ભણતી વિદ્યાર્થિનીને શો કોઝ નોટીસ પાઠવીને અનફેરમિન્સ કમિટી સમક્ષ હાજર થવાનું ફરમાન કરતાં વિદ્યાર્થિની અને પરિવારજનોમાં ભારે આક્રોશ છવાઇ ગયો છે. યુનિ.ની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એમ.કોમ ફાઇનલ ઇયરની પરીક્ષાઓ માર્ચ માસમાં યોજાઇ હતી. ૨૬મી થી ૩૦મી માર્ચ દરમિયાન એમ.કોમ ફાઇનલની યોજાયેલી પરીક્ષામાં ૩૦મી માર્ચના રોજ ઇન્ડિયલ રિલેશન એન્ડ લેબર લેજી. વિષયની પરીક્ષા યોજાઇ હતી. જેમાં કોમર્સ ફેકલ્ટીમાં એમ.કોમમાં અભ્યાસ કરતી પાણીગેટ વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી હતી. વર્ગખંડમાં વિદ્યાર્થિનીનો અણબનાવ બન્યો નથી કે પરીક્ષામાં ગેરરીતી આચરી નથી છતાં પણ પરીક્ષા વિભાગે વિદ્યાર્થિનીને શો કોઝ નોટીસ ફટકારીને ૬ઢ્ઢી જુનના રોજ હાજર થવાનું ફરમાન કર્યું છે. કોઇપણ વાંક કે ગુના વગર જ શો કોઝ નોટીસ મળતાં જ વિદ્યાર્થિની મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકાઇ ગયો છે. કોમર્સની તમામ પરીક્ષાઓ રજી મેના રોજ પૂર્ણ હતી કોમર્સ ફેકલ્ટીમાં તમામ પરીક્ષાઓ રજી મેના રોજ પૂર્ણ થઇ ગઇ હતી. જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીયલ રીલેશન એન્ડ લેબર લેજીસ્ટ્રેશન વિષયની પરીક્ષા ૩૦મી માચેઁ જ યોજાઇ હતી. વિદ્યાર્થિનીને વિષયને લગતી જે તારીખનો ઉલ્લેખ કરાયો છે તે ખોટી લાગે છે.-પ્રો. પરિમલ વ્યાસ, ફેકલ્ટી ડીન. ગુના ને વાંક વગર કેવી રીતે નોટિસ મોકલી શકે ! મે ચોરીનો પ્રયાસ કર્યો નથી મને કેવી રીતે નોટીસ મળે ? તેની જ ચિંતામાં છેલ્લા બે દિવસથી હું ઉંઘી શકી નથી. શો કોઝ નોટીસ મળતાં જ મેં પરીક્ષા વિભાગનો ટેલીફોન પર સંપર્ક સાધ્યો, તો તેમણે મને ‘ તે ચોરી કરી હશે એટલે જ તને નોટીસ મળી હશે’ તેવો જવાબ આપીને ફોન મૂકી દીધો હતો. આવતીકાલે જ હું આ સંદર્ભમાં વીસીનો સંપર્ક સાધવાની છું.(વિદ્યાર્થિની વિનંતીને પગલે નામ જાહેર કર્યું નથી) કંઇક અજુગતું હોય તો નોટિસ મળે પેપરો તપાસતી વખતે જો કોઇ વિષય શિક્ષકને અજગતુ લાગ્યું હશે તો તેમણે પરીક્ષા વિભાગને રિપોર્ટ આપ્યો હશે. રિપોર્ટના આધારે જ વિદ્યાર્થિનીને નોટીસ મળી હશે.-જીગર ઇનામદાર, અનફેરિમન્સ કમિટીના સભ્ય. ૯૧ વિદ્યાર્થીઓને છમહિનાથી માંડી દોઢ વર્ષ સુધીની સજા એમ.એસ.યુનિવર્સિટીમાં યોજાયેલી વિવિધ પરીક્ષામાં ગેરરીતી આચરતાં પકડાયેલા વિદ્યાર્થીઓના અનફેરમિન્સ કમિટી સમક્ષ ચાલી રહેલી સુનાવણીમાં અનફેરમિન્સ કમિટીએ ૯૧ વિદ્યાર્થીઓને છ મહિનાથી દોઢ વર્ષ સુધી પરીક્ષામાં ન બેસવાની સજા ફટકારી છે. ૪થી પણ બીજા ૯૧ જેટલા વિદ્યાર્થીઓને શો કોઝ નોટીસ પાઠવીને અનફેરમિન્સ કમિટી સમક્ષ હાજર થવા માટે ફરમાન કરાયું છે.