ઓલ ગુજરાત CFO વર્કશોપ થયો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા અને મુંબઈના ચાટર્ડ એકાઉન્ટન્ટ્સ અને સીએફઓ ઉપસ્થિત રહ્યાં શુક્રવારે શહેરમાં આઈસીએઆઈની વેસ્ટર્ન ઇન્ડિયા રિજ્યોનલ કાઉન્સિલ દ્વારા ર્કોપોરેટ કંપનીઓમાં અને સ્વતંત્રપણે કાર્યરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટેના માર્ગદર્શક ઓલ ગુજરાત સીએફઓ(ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર) વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સીએફઓની બદલાતી કામગીરી અને ભૂમિકા વિશે માર્ગદર્શન આપવામા ંઆવ્યુ ંહતું. હોટલ સૂર્યાપેલેસ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં સીએ પ્રતીક સીંધીએ જણાવ્યું કે આજે કંપનીઓ માટે સ્ટાફમાં નૈતિક મૂલ્યો ફેલાવવા ખૂબ જરૂરી છે. જો આ એથિક્સ ડેવલપ નહીં કરો તો કંપની બંધ પણ થઈ શકે છે. આ હકીકત તેમણે જાણીતી સીએ ફર્મ આર્થર એન્ડરસનનું ઉદાહરણ આપીને સમજાવી હતી. સીએ ઉદ્યોગ સાહસિક બનીને કેવી રીતે સફળ થઈ શકે તે વિશે માર્ગદર્શન આપ્યું હતું. સીએફઓ કંપનીની કામગીરી વિશે વાત કરતાં સીએ સંજીવ શાહે જણાવ્યું કે, સીએફઓએ શેરહોલ્ડર્સ, કંપની અને સરકારની અપેક્ષાઓને પાર પાડવાની હોય છે. તેથી તેમની કામગીરી ખૂબ જ મહત્ત્વની બની જાય છે. અગાઉના વર્ષોમાં ચીફ ફાઈનાન્સીયલ ઓફિસરને માત્ર એકાઉન્ટ્સનું જ ધ્યાન રાખવુ પડતું હતું હવે બદલાયેલા આર્થિ‌ક પરિદૃશ્યમાં કંપનીઓ તેમની પાસેથી સ્ટ્રેટેજિસ્ટ, કેટાલિસ્ટ અને ઓપરેટર અને વેલ્યૂબેઝ સ્ટીવર્ડ તરીકે પણ કામગીરી કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ વર્કશોપમાં સીએ બિમલ ભટ્ટ, સીએ સુનિલ વકીલ, સીએ ભરત કાનાણી, સીએ રાકેશ મિસ્ત્રી સહિ‌ત ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ક્ષેત્રના તજજ્ઞો અને અન્ય સીએ પણ ઉપસ્થિત રહ્યાં છે. વર્કશોપમાં સીએફઓની બદલાતી કામગીરી અને ભૂમિકા વિશે તજજ્ઞોએ જરૂરી માર્ગદર્શન અને ટીપ્સ આપી હતી. ઉપસ્થિત લોકો માટે આ ટીપ્સ ખૂબ જ મહત્વની બની રહી હતી. તેમજ સીએ ઉદ્યોગ સાહસિક તેવી રીતે સફળ થઈ શકે તેની માહિ‌તી પણ તજજ્ઞોએ આપી હતી.શુક્રવારે યોજાયેલ આ વર્કશોપ અત્યંત મહત્વનો સાબિત થયો હતો.