• Gujarati News
  • All Information Is Given By The State Government Circular Collector

ખેડૂતોને જમીનના ૭/૧૨ના ઉતારા વર્ષમાં એક વખત મફત અપાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોને જમીનના ૭/૧૨ના ઉતારા વર્ષમાં એક વખત મફત અપાશે
રાજ્ય સરકારે પરિપત્ર કરી કલેકટરને આદેશ આપ્યા


વડોદરા: ખેતીની જમીન ધારણ કરતા લોકો માટે રાજ્ય સરકારે અગાઉ બંધ થયેલી પ્રથા પુન: શરૂ કરવાનો આદેશ કર્યો છે. જેમાં ખેડૂતોને વર્ષમાં એક વખત જમીનના ૭/૧૨ મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે. જે માટે રાજ્ય સરકારે તમામ કલેકટરને પરિપત્ર દ્વારા જાણકારી આપી છે. જે શહેર અને જિલ્લાના આશરે પ લાખ ખેડૂતો માટે સુવિધાજનક જાહેરાત છે.હાલ જમીનના ૭/૧૨માં થતા ફેરફાર અંગે ખેડૂતોને નોટિસ આપી જાણ કરવામાં આવતી હોય છે. પરંતુ ઘણી વખત નોટિસ નહીં મળતી હોવાના કારણે પાછળથી વિવાદ થતા હોય છે. ખેડૂત કે જમીન માલિક પોતાની જમીનની વિગતો કાયમ રાખી શકે તે માટે તેઓને જમીન મહેસૂલના ઉતારા વર્ષમાં એક વખત મફત આપવાની જાહેરાત કરી છે. હાલ નકલ મેળવવા માટે ખેડૂતો કે જમીન માલિકોએ એક નકલ માટે પ ચૂકવવા પડે છે. તે નકલ પણ માત્ર મામલતદાર કચેરી સ્થિત ઈ-ધરામાં મળતી હોઈ મોટા ભાગના ખેડૂતો તેનાથી વંચિત રહે છે. હવે મફતમાં નકલ આપવાનો નિર્ણય થતાં તે ખેડૂત ખાતેદારના ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરાશે કે ખેડૂતો જાતે તે મેળવી શકશે. જોકે આ વ્યવસ્થા અંગે કોઈ જાહેરાત કરાઈ નથી.

ખેડૂત પોથીની પ્રથા બંધ થઈ
અગાઉ જમીન મહેસૂલના તલાટી દફતરે જોવા મળતાં ઉતારામાં થતા ફેરફારની અસર ખેડૂત પોથીમાં કરાતી હતી. જેના કારણે જમીનના મહેસૂલી રેર્કોડમાં થનાર કોઈ પણ તબદીલી અંગે ખેડૂત સજાગ રહેતા હતા. પરંતુ સમય જતાં મહેસૂલી રેર્કોડ ઓનલાઇન થયો અને ખેડૂત પોથીની પ્રથા બંધ થઈ ગઈ હતી. જેના કારણે ખેડૂતોને જમીનના મહેસૂલી ઉતારામાં થનાર ફેરફાર અંગે કોઈ જાણકારી મળતી નથી.