અકોટામાં સ્વિમિંગ પૂલને બ્રેક : કારેલીબાગમાં બનશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકોટા સ્ટેડિયમમાં સ્વિમિંગ પૂલ બનાવવાની દરખાસ્ત અભરાઇએ ચડાવી દેવાઈ શહેરના પ‌શ્ચિ‌મ વિસ્તારના નાગરિકોને લાભ મળે તે માટે અકોટા સ્ટેડિયમમાં સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજનની દરખાસ્ત હાલ પૂરતી અભરાઇએ ચડાવી દેવામાં આવી છે. જ્યારે કારેલીબાગના સ્વિમીંગ પૂલને મંજૂરી મળી ગઇ છે. શહેરમાં હાલમાં સરદારબાગ, રાજીવ ગાંધી સ્નાનાગાર અને લાલબાગ સ્વિમિંગ પુલ આવેલા છે. જેની મરામત માટે છેલ્લાં ત્રણ વર્ષમાં રૂ. ૬૪ લાખનું બજેટ હોવા છતાં માત્ર રૂ. ૨૮.૬૦ લાખનો ખર્ચો કરાયો છે. તાજેતરમાં કારેલીબાગ વિસ્તારમાં સ્વિમિંગ પુલ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને શહેરી વિકાસ મંત્રી નીતિન પટેલે કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. શહેરના પ‌શ્ચિ‌મ વિસ્તારમાં સરદારબાગ સ્વિમિંગ પુલ બાદ અકોટા સ્ટેડિયમમાં સ્વિમિંગ પુલ બનાવવા માટે બે સપ્તાહ અગાઉ સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. અકોટા સ્ટેડિયમમાં સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કરીને તેના માટે સૈદ્ધાંતિક મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ બે સપ્તાહ અગાઉ દરખાસ્ત મુલતવી કરી દેવામાં આવી હતી અને ગત સપ્તાહે તો દરખાસ્તનો એજન્ડામાં સમાવેશ પણ નહોતો કરાયો. આ સંજોગોમાં, અકોટા સ્ટેડિયમમાં સ્વિમિંગ પુલ બનવાની શક્યતા પર હાલ પૂરતું પાણી ફરી વળ્યું છે. જ્યારે બીજી તરફ કારેલીબાગ સ્વિમીગ પૂલને મંજૂરી આપ્યા બાદ ખાતમુર્હુત પણ થઇ ચુકયું છે અને અકોટાનો સ્વિમીંગ ઘોંચમાં પડયો છે. શાકમાર્કેટ લોલીપોપ સાબિત થયું શહેરમાં માર્કેટ બનાવવા ૪ માસઅગાઉ સ્થાયીમાં દરખાસ્ત રજૂ કરાઈ હતી. જેમાં એસી શાકમાર્કેટ બનાવવાનું રૂપાળું ચિત્ર રજૂ કરાયું હતું. તાજેતરમાં સ્થાયીની બેઠકમાં શાક માર્કેટની દરખાસ્ત પરત કરવાનો નિર્ણય લેવાયો હતો. બજેટમાં ઉલ્લેખ નથી કરાયો અકોટા-કારેલીબાગમાં સ્વિમિંગ પુલ માટે સ્ટ્રક્ચર ડિઝાઇન કરાવવા સ્થાયીમાં દરખાસ્ત રજૂ કરાઈ છે. જેમાં, સ્ટ્રક્ચર કન્સલ્ટન્ટ તરીકે સૌથી ઓછો ભાવ ભરનાર ઇજારદારને પ્રોજેક્ટ કોસ્ટના ૦.૭૩ ટકા મુજબ ફીથી કામગીરી કરવા ભલામણ કરાઇ છે. બજેટમાં અકોટા સ્વિમિંગ પુલ માટે ચોક્કસપણે ઉલ્લેખ નથી. બીજાં સ્થળોની વિચારણા કરાશે અકોટા સ્ટેડિયમમાં સ્વિમિંગ પુલ બનાવવા દરખાસ્ત પેન્ડિંગ રખાઈ છે. સ્વિમિંગ પુલ સ્ટેડિયમના બદલે અન્ય સ્થળે બનાવવાની વિચારણા કરાઈ રહી છે. આ સ્થળ પસંદ થયા પછી અંતિમ નિર્ણય લેવાશે.’ ડો.વિજય શાહ, અધ્યક્ષ-સ્થાયી સમિતિ