'એઇમ્સ ફોર વડોદરા’ વેબસાઇટને પહેલા દિવસે જ ૧૦૦થી વધુ લોકોનું સમર્થન મળ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-વેબસાઇટ સોમવારે લોન્ચ કરાતાંની સાથે જ જબરજસ્ત પ્રતિસાદ
-
લોન્ચિંગના ૨૪ કલાકમાં જ જાણીતા તબીબો, યુવક મંડળોએ જ વેબસાઇટ પર સર્મથન આપી દીધુ
વડોદરા: એઇમ્સ વડોદરાને ફાળવાય તે માટે એઇમ્સ ફોર વડોદરાની વેબસાઇટ લોન્ચ કરાયાના ૨૪ કલાકમાં જ ૧૦૦થી વધુ લોકોએ તેને ઓનલાઇન સમર્થન આપ્યુ હતુ. કેન્દ્ર સરકારે મેડિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિ‌ત એઇમ્સ ગુજરાતને ફાળવણી કરવાનો નિર્ણય કર્યો હતો અને તેના માટે રાજ્ય સરકારે વડોદરા અથવા રાજકોટ એમ બે શહેરના વિકલ્પ આપ્યા છે. એઇમ્સ વડોદરામાં આવે તે માટે લોકહિ‌ત સંસ્થા રેસ્ક્યૂ વડોદરા ગ્રૂપે લોકસંપર્ક શરૂ કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધન કરતાં પોસ્ટકાર્ડ લખવાની હિ‌માયત કરી હતી.

આ ઝુંબેશમાં ૨૨ દિવસમાં ૬પ૦ પોસ્ટકાર્ડ નરેન્દ્ર મોદીને લખવામાં આવ્યા છે. જયારે,એઇમ્સ વડોદરામાં ફાળવાય તે માટે તાર્કિક કારણો રજૂ કરનાર સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ ડો.વિજય શાહના માર્ગદર્શન હેઠળ સોમવારે 'ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ એઇમ્સ ફોર વડોદરા ડોટ કોમ’નામની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી.

આ વેબસાઇટમાં એઇમ્સ વડોદરાને ફાળવાય તે માટે સમર્થન આપવા માટે નામ, ઇમેઇલ આઇડી પૂછવામાં આવે છે . આ વેબસાઇટ લોન્ચ થયાના ૨૪ કલાકમાં શહેરના પ્રતિષ્ઠિ‌ત તબીબો, તબીબી છાત્રો, યુવક મંડળો, એનઆરઆઇ તબીબો સહિ‌ત ૧૦૦થી વધુ લોકોએ એઇમ્સ વડોદરાને ફાળવાય તે માટે ઓનલાઇન સમર્થન આપ્યુ હતુ. અને મોટાભાગના નાગરીકોએ એઈમ્સ વડોદરાને જ અપાય તેવો મત વ્યક્ત કરી માગણી બુલંદ
બનાવી હતી.